બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ભારત / અનેક મહિલાઓના યૌન શૌષણના આરોપી એચડી રેવન્નાની ધરપકડ, 2700 વીડિયો થયા હતા વાયરલ

સેક્સ સ્કેન્ડલ / અનેક મહિલાઓના યૌન શૌષણના આરોપી એચડી રેવન્નાની ધરપકડ, 2700 વીડિયો થયા હતા વાયરલ

Last Updated: 07:21 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૌન શૌષણ કેસમાં ફસાયેલા જેડીએસ નેતા એચડી રેવન્નાની અટકાયત કરાઈ છે.

સેંકડો મહિલાઓના યૌન શોષણના કેસમાં ફસાયેલા પૂર્વ વડાપ્રધાન દેવગૌડાના પુત્ર જેડીએસ નેતા એચડી રેવન્નાની કર્ણાટક પોલીસ એસઆઈટીએ અટકાયત કરી છે. કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી જે પછી આજે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ કોર્ટના જસ્ટિસ સંતોષ ગજાનન ભટ્ટની ખંડપીઠે આ અરજીને ફગાવી દીધી હતી અને સુનાવણીની આગામી તારીખ 6 મે નક્કી કરી હતી.

એચડી રેવન્નાએ મહિલાનું અપહરણ કરાવ્યું

જે મહિલાના પુત્રએ એચડી રેવન્ના અને તેના સાથી સતીશ વિરુદ્ધ અપહરણનો કેસ દાખલ કર્યો હતો તેને કર્ણાટક પોલીસે શોધી કાઢ્યો છે. એચડી રેવન્નાનો પુત્ર પ્રજવ્લ પણ યૌન શૌષણ કેસમાં આરોપી છે તે જર્મની ભાગી ગયો છે. આ મહિલાએ લગભગ પાંચ વર્ષ સુધી રેવાન્નાના ઘરે કામ કર્યું હતું અને ત્રણ વર્ષ પહેલા નોકરી છોડી દીધી હતી. તેના પુત્રએ આરોપ લગાવ્યો હતો કે એચડી રેવન્નાના નજીકના સહાયક સતીષ દ્વારા તેને 26 એપ્રિલે ઉપાડી લેવામાં આવી હતી. તે જ દિવસે તેણીને ઘરે લાવવામાં આવી હતી, પરંતુ એચડી રેવન્નાનો માણસ 29 એપ્રિલે તેને લઈ ગયો હતો. ત્યારથી તે ગુમ હતી.

દેશના સૌથી મોટા સેક્સ સ્કેન્ડલના કોણ આરોપી

દેશના સૌથી મોટા સેક્સ સ્કેન્ડલના આરોપી દેવગૌડાના પુત્ર એચડી રેવન્ના અને તેમના પૌત્ર પ્રજ્વલ રેવાન્ના છે. પ્રજ્વલ પર આરોપ છે કે તેણે પોતાના જ ઘરમાં અસંખ્ય છોકરીઓનું યૌન શોષણ કર્યું હતું એટલું જ નહીં, તેમના અશ્લીલ વીડિયો બનાવીને તેમને ડરાવવાનો પણ આરોપ છે. પ્રજ્વલના વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે.

3 હજાર અશ્લીલ વીડિયો સામે આવ્યા

યૌન શોષણનો ભોગ બનેલી છોકરીઓની સંખ્યા હજુ સુધી અસ્પષ્ટ છે, જ્યારે લગભગ 3,000 અશ્લીલ વીડિયો સામે આવ્યા છે. જેથી આ મામલો સામે આવતા જ રાજ્ય સરકારે એસઆઇટીની રચના કરીને તેની તપાસ શરૂ કરી દીધી છે, કૌભાંડ પ્રકાશમાં આવતાની સાથે જ આરોપી પ્રજ્વલ રેવન્ના દેશ છોડીને ભાગીને જર્મનીમાં છુપાયો છે.

નોકરાણી અને ડ્રાઈવરે બહાર લાવ્યાં પિતા-પુત્રનું સેક્સ કૌભાંડ

પ્રજ્વલ અને તેના પિતાનું સેક્સ કૌભાંડ બહાર લાવનાર મુખ્ય બે વ્યક્તિઓ હતા, એક તેના ઘરમાં કામ કરનાર મહિલા અને બીજો તેનો જુનો ડ્રાઈવર. કાર્તિક ગૌડા નામનો વ્યક્તિ રેવન્ના પરિવારનો જૂનો ડ્રાઇવર હતો. તેણે લગભગ 15 વર્ષ સુધી રેવન્ના પરિવારની કાર ચલાવી હતી. પરંતુ ધીરે ધીરે પ્રજ્વલ અને તેના પિતા એચડી રેવન્ના સાથેના તેના સંબંધો બગડવા લાગ્યા હતા. અને તેણે નોકરી છોડી દીધી. કાર્તિકના જણાવ્યા અનુસાર રેવન્ના પરિવારે તેની જમીન પર અતિક્રમણ કર્યું હતું અને જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે પ્રજ્વલે તેને અને તેની પત્નીને માર માર્યો હતો. રેવાન્ના પરિવારના કાળા કારનામાથી વાકેફ હોવાથી તેણે રેવાન્નાના અશ્લીલ વીડિયોથી ભરેલી એક પેન ડ્રાઇવ અલગ અલગ છોકરીઓ સાથે મેળવી હતી અને આ પેન ડ્રાઇવથી ભાજપના નેતા દેવરાજ ગૌડા સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ દેવરાજે કાર્તિકને વિશ્વાસમાં લઈને તેની પાસેથી પેનડ્રાઈવ લઈ લીધી હતી, જેમાં પ્રજ્વલના અસંખ્ય યુવતીઓ અને મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો કેદ થઈ ગયા હતા.

નોકરાણીએ શું ખુલાસા કર્યાં?

રેવન્નના ઘરમાં કામ કરનાર નોકરાણીએ એવું કહ્યું કે 2019માં જ્યારે રેવાન્ના પરિવારના દીકરાના લગ્ન થયા હતા ત્યારે તેને કામ માટે બોલાવવામાં આવી હતી અને તક મળતાં રેવન્ના તેને પોતાના રૂમમાં એકલો બોલાવતો હતો. પરિવારમાં બીજી છ મહિલાઓ કામ કરતી હતી, અને તે બધા ડરી ગઈ હતી. પત્ની ઘેર ન હોય ત્યારે રેવન્ના તેને સ્ટોર રુમમાં બોલાવીને ફ્રૂટ આપવાના બહાને છેડતી કરીને યૌન શૌષણ કરતો હતો. એટલું જ નહીં પરંતુ પોતાની દીકરી સાથે પણ વીડિયો કોલમાં અશ્લિલ વાતો કરતો હતો.

વધુ વાંચો : લગ્ન પહેલા 'સેક્સના પાઠ', સ્કૂલમાં સ્ટૂડન્ટ સાથે સેક્સ માણતી ઝડપાઈ લેડી ટીચર, ગંદા મેસેજ લખ્યાં

પિતા-પુત્રના યૌન શૌષણનો ભોગ બનનાર છોકરીઓ કોણ હતી?

રેવન્નાનો ભોગ બનેલી મોટાભાગની છોકરીઓ અને મહિલાઓ એવી છોકરીઓ હતી જે રાજકીય મહત્વકાંક્ષા માટે અથવા કોઈ કામ માટે તેની મુલાકાત લેતી હતી. અત્યાર સુધીની માહિતી મુજબ આ યુવતીઓમાં જિલ્લા પંચાયતની સભ્યો, પોલીસકર્મીઓ અને અન્ય ઘણા સરકારી વિભાગોના કર્મચારીઓ હતી. રેવન્નાએ માત્ર આવી છોકરીઓનું યૌન શોષણ જ નથી કર્યું, પરંતુ તેમના વીડિયો પણ પોતાના મોબાઈલ ફોનથી શૂટ કર્યા છે. આમાંથી ઘણા વીડિયો એવા છે જેમાં કેટલીક છોકરીઓ રેવન્ના સાથે સહમત થઈ હતી તો બીજી કેટલીક વિરોધ કરતી જોવા મળી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ