બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / Politics / Lok sabha Eection 2024 Why did Rahul Gandhi choose Wayanad seat know every details

વાયનાડ લોકસભા / રાહુલ ગાંધીએ કેમ વાયનાડ બેઠક જ પસંદ કરી? જાણો સીટના ઇતિહાસથી લઇને જાતિય સમીકરણ વિશે

Megha

Last Updated: 03:47 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજા તબક્કામાં વાયનાડ સહિત કેરળની તમામ 20 બેઠકો મતદાન થશે. કોંગ્રેસે ફરી એકવાર રાહુલ ગાંધીને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે, તો સામે સીપીઆઈ પાર્ટીના જનરલ સેક્રેટરી ડી રાજાના પત્ની એની રાજા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે મતદાન થયું હતું. હવે બીજા તબક્કામાં કેરળની તમામ 20 સંસદીય ક્ષેત્રોમાં 26 એપ્રિલે મતદાન થશે. જેમાંથી વાયનાડ પણ એક છે. કોંગ્રેસે ફરી એકવાર રાહુલ ગાંધીને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.

જ્યારે સીપીઆઈના નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમનના જનરલ સેક્રેટરી અને પાર્ટીના જનરલ સેક્રેટરી ડી રાજાના પત્ની એની રાજા રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહ્યા છે.

2009થી સતત જીતી રહેલી કોંગ્રેસને 2019માં પણ અહીંથી સફળતા મળી હતી. 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ CPIના પીપી સુનિરને 4 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. રાહુલને 7 લાખ 6 હજાર 367 વોટ મળ્યા જ્યારે સુનીરને 2 લાખ 74 હજાર 597 વોટ મળ્યા હતા. તફાવત 4,31,770 મતનો હતો.

પુરૂષ અને મહિલા મતદારો
વાયનાડ લોકસભા સીટ  2019માં મતદારોની સંખ્યા 10 લાખ 92 હજાર 197 હતી. જેમાં પુરૂષ મતદારો 5 લાખ 29 હજાર 74 અને મહિલા મતદારો 5 લાખ 60 હજાર 841 હતા.2011ની વસ્તી ગણતરી મુજબ, અહીં ST મતદારો આશરે 123,263 (આશરે 9.1%) છે, જ્યારે મુસ્લિમ મતદારોની સંખ્યા લગભગ 559,422 છે જે લગભગ 41.3% છે. આ બેઠક પર ખ્રિસ્તી મતદારોની સંખ્યા પણ લગભગ 185,571 (13.7%) છે. આ સાથે અહીં હિંદુ મતદારોની સંખ્યા અંદાજે 609,540 (45%) છે. 

2009 અને 2014ના જીતના આંકડા 
2014ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે MI શાનવાસને ટિકિટ આપી હતી અને તેમણે CPIના ઉમેદવાર પીઆર સત્યન મુકરીને 20 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. શાનવાસને કુલ 3,77,035 વોટ મળ્યા જ્યારે સત્યન મુકેરીને 356165 વોટ મળ્યા. આ લોકસભા સીટ પર 12.5 લાખથી વધુ મતદારો છે.

2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના MI શાનવાસ 1.5 લાખથી વધુ મતોથી જીત્યા હતા. તેમણે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના ઉમેદવાર એમ. રહેમતુલ્લાહને હરાવ્યા હતા. શાનવાસને 410703 વોટ મળ્યા જ્યારે એમ. રહેમતુલ્લાને 257264 વોટ મળ્યા. જીત અને હાર વચ્ચે 153439 વોટનો તફાવત હતો.

પહેલી લોકસભા ચૂંટણી ક્યારે થઈ? 
વાયનાડ શહેરની સ્થાપના 1 નવેમ્બર 1980ના રોજ કરવામાં આવી હતી. વાયનાડમાં કુલ સાત વિધાનસભા મતવિસ્તાર છે. વાયનાડ લોકસભા સીટ વર્ષ 2009માં અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2008માં સીમાંકન બાદ તેને લોકસભા સીટ જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2009માં વાયનાડ લોકસભા સીટ પર પ્રથમ ચૂંટણી યોજાઈ હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ