બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / આવતી કાલે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન: એકસાથે 11 રાજ્યો અને સંઘપ્રદેશની 2 બેઠકો પર થશે મતદાન

લોકસભા ચૂંટણી 2024 / આવતી કાલે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન: એકસાથે 11 રાજ્યો અને સંઘપ્રદેશની 2 બેઠકો પર થશે મતદાન

Last Updated: 08:49 AM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, દાદરા અને નગર હવેલીની 1, દમણ-દીવની 1 ગોવાની 2 બેઠક પર મતદાન થશે. ગુજરાતની 25, કર્ણાટકની 14, મધ્યપ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઉત્તરપ્રદેશની 10, પશ્ચિમ બંગાળની 4 અને જમ્મૂ-કશ્મીરની 1 બેઠક પર મતદાન થશે. આ સાથે જ રાજ્યમાં 5 વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી પણ થશે.

લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) ના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે 7 મેના રોજ થશે, જ્યારે 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાતની તમામ 26 બેઠકોમાંથી 25 બેઠકો પર 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. સુરત બેઠકનાં ઉમેદવાર ચૂંટણી પહેલા જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી પ્રચારના પડઘમ ગઈકાલે રવિવાર સાંજથી જ શાંત થઈ ગયા છે. હવે કોઈ પણ પાર્ટીના ઉમેદવાર પ્રચાર કરી શકશે નહીં. મહત્ત્વનું છે કે આ સાથે ગુજરાતમાં જ 5 વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી પણ થશે. રાજ્યની વાઘોડિયા, વિજાપુર, માણાવદર, પોરબંદર અને ખંભાત બેઠક પર પેટા ચૂંટણી થશે.

ત્રીજા તબક્કામાં ક્યા રાજ્યમાં કેટલી બેઠક પર મતદાન?

  1. આસામ- 4 બેઠક
  2. બિહાર-5 બેઠક
  3. છત્તીસગઢ- 7 બેઠક
  4. દાદરા અને નગર હવેલી-1 બેઠક
  5. દમણ-દીવ-1 બેઠક
  6. ગોવા- 2 બેઠક
  7. ગુજરાત- 25 બેઠક
  8. કર્ણાટક-14 બેઠક
  9. મધ્યપ્રદેશ- 8 બેઠક
  10. મહારાષ્ટ્ર- 11 બેઠક
  11. ઉત્તરપ્રદેશ- 10 બેઠક
  12. પશ્ચિમ બંગાળ- 4 બેઠક
  13. જમ્મૂ કશ્મીર- 1 બેઠક

વધુ વાંચો: ત્રીજા પડાવની 10 હાઈ પ્રોફાઇલ બેઠકો જેના પર દેશની નજર, આ 3 મુદ્દા પાડશે પ્રભાવ

ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થશે, ત્યારે જોઈએ કયા રાજ્યની કઈ બેઠકો પર લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) માટે આવતીકાલે મતદાન થવાનું છે -

  • આસામ: ધુબરી, કોકરાઝાર, બારપેટા, ગુવાહાટી
  • બિહાર: ઝાંઝરપુર, સુપૌલ, અરરિયા, મધેપુરા, ખાગરિયા
  • છત્તીસગઢ: સુરગુજા, રાયગઢ, જાંજગીર-ચંપા, કોરબા, બિલાસપુર, દુર્ગ, રાયપુર
  • દાદરા અને નગર હવેલી/દમણ અને દીવ: દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ
  • ગોવા: ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા
  • ગુજરાત: કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી, વલસાડ
  • કર્ણાટકની બાકીની 14 બેઠકો: ચિક્કોડી, બેલગામ, બાગલકોટ, બીજાપુર, ગુલબર્ગા, રાયચુર, બિદર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તરા કન્નડ, દાવંગેરે, શિમોગા
  • મધ્ય પ્રદેશ: ભીંડ, ભોપાલ, ગુના, ગ્વાલિયર, મોરેના, રાજગઢ, સાગર, વિદિશા, બેતુલ - મધ્યપ્રદેશના બેતુલ મતવિસ્તારમાં પણ મતદાન થશે, જે બીએસપીના ઉમેદવારના અવસાન બાદ તબક્કા 2 થી 3 માં ખસેડવામાં આવ્યું હતું, તે પણ 7 મેના રોજ યોજાશે.
  • મહારાષ્ટ્ર: બારામતી, રાયગઢ, ઉસ્માનાબાદ, લાતુર (SC), સોલાપુર (SC), માધા, સાંગલી, સતારા, રત્નાગીરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર, હાથકનાંગલે
  • ઉત્તર પ્રદેશ: સંભલ, હાથરસ, આગ્રા (SC), ફતેહપુર સિકરી, ફિરોઝાબાદ, મૈનપુરી, એટાહ, બુદૌન, આઓનલા, બરેલી
  • પશ્ચિમ બંગાળ: માલદહા ઉત્તર, માલદહા દક્ષિણ, જંગીપુર, મુર્શિદાબાદ
  • જમ્મુ અને કાશ્મીર: અનંતનાગ-રાજૌરી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ