બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ગુજરાત / અમદાવાદ / દિલ્હી બાદ હવે અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ચિમકી, ધમકીભર્યા મેઇલ મળતા દોડધામ

BIG BREAKING / દિલ્હી બાદ હવે અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ચિમકી, ધમકીભર્યા મેઇલ મળતા દોડધામ

Last Updated: 12:09 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરની 3 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસે સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું છે.

અમદાવાદ: આવતીકાલે રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે ચૂંટણીની તૈયારીઓ વચ્ચે અમદાવાદ શહેરની 3 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસે સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું છે.

આજે સોમવારે સવારે અમદાવાદ શહેરની 3 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દિલ્હીની માફક જ એક પછી એક સ્કૂલને મેઈલ આવી રહ્યા છે. ધમકી મળ્યા પછી અમદાવાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે. ધમકી મળેલ સ્કૂલો પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે.

અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન

થલતેજની ઉદગમ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, તો ઘાટલોડિયાની આનંદ નિકેતન સ્કૂલ અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને પણ ધમકી ભર્યો ઈ-મેઈલ આવ્યો છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસે સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું છે. SOG, બોમ્બ સ્કવોર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રશિયન સર્વરથી ધમકી મળ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવે આ અંગે અમદાવાદ પોલીસે શહેરીજનોને અપીલ કરી છે. અમદાવાદ પોલીસે જણાવ્યું કે હાલ તપાસ ચાલી રહી છે. લોકોએ પેનિક થવાની જરૂર નથી, હાલ તમામ સ્થિતિ કાબૂમાં છે.

અગાઉ ગયા અઠવાડિયે દિલ્લીની અનેક સ્કૂલમાં પણ ધમકી મળી હતી. જોકે દિલ્લી પોલીસે તપાસ કરતા ધમકી ખોટી સાબિત થઈ હતી. દિલ્હી અને નોઇડાની અનેક શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. ધમકી આપવામાં આવેલ શાળાઓમાં દ્વારકાની DPS, મયુર વિહારની મધર મેરી અને નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ જેવી હાઈપ્રોફાઈલ શાળાઓ ઉપરાંત નોઈડાની ડીપીએસનો સમાવેશ થાય છે. આ ધમકી બાદ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

માહિતી અનુસાર, દિલ્હીની ઘણી સ્કૂલોમાં બોમ્બની ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. ઈમેલના IP એડ્રેસ પરથી એવું લાગે છે કે આ ઈમેલ દેશની બહારથી મોકલવામાં આવ્યો છે. આ મામલે તપાસ ચાલી રહી છે. પ્રારંભિક તપાસમાં એવું લાગે છે કે ગઈકાલથી ઘણી જગ્યાએથી ઈમેલ આવ્યા છે. આ ઈમેલમાં કોઈ ડેટલાઈન નથી. એક જ ઈમેલ અનેક જગ્યાએ મોકલવામાં આવ્યો છે.

વધુ વાંચો: દિલ્હી-NCRની 50થી વધારે સ્કૂલોને મળ્યા ધમકીભર્યા મેઇલ, પોલીસ દોડતી થઇ ગઇ, શાળાઓ ખાલી કરાવાઇ

આપને જણાવી દઈએ કે, દિલ્હીની શાળાઓને આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ વારંવાર મોકલવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીના આરકેપુરમ સ્થિત DPS સ્કૂલના પ્રિન્સિપાલને આવો જ એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં સાકેતની Amity સ્કૂલને પણ આવો જ ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલમાં શાળા પાસેથી પૈસા પણ માંગવામાં આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ