બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ભારત / Politics / ઝારખંડમાં EDનો સપાટો: મંત્રી PSના નોકરના ઘરેથી મળી આવ્યો કુબેરનો ખજાનો, હજુ નોટોની ગણતરી શરૂ!

દરોડા / ઝારખંડમાં EDનો સપાટો: મંત્રી PSના નોકરના ઘરેથી મળી આવ્યો કુબેરનો ખજાનો, હજુ નોટોની ગણતરી શરૂ!

Last Updated: 12:49 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : રાંચીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઝારખંડના મંત્રી આલમગીર આલમના ખાનગી સચિવના ઘરે દરોડા પાડીને મોટી રકમની રોકડ જપ્ત કરી

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા ઝારખંડથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાંચીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઝારખંડના મંત્રી આલમગીર આલમના ખાનગી સચિવના ઘરે દરોડા પાડીને મોટી રકમની રોકડ જપ્ત કરી છે. પ્રાથમિક વિગતો મુજબ EDએ નોકરના ઘરેથી લગભગ 20-30 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે. આ સિવાય આ જ ઘરમાં અન્ય એક જગ્યાએથી પણ 3 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસની તપાસ દરમિયાન આલમગીર આલમનું નામ સામે આવ્યું હતું.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDને માહિતી મળી હતી કે, આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા નોકરોના ઘરે જઈ રહ્યા છે. જે બાદ મંત્રીના ખાનગી સચિવના નોકર પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે EDના અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને અંદાજ ન હતો કે 15,000 રૂપિયા પગાર મેળવનાર વ્યક્તિના ઘરેથી આટલી રોકડ મળી આવશે. જો કે હવે અધિકારીઓએ નોટ ગણવાના મશીન અને કર્મચારીઓને બોલાવ્યા છે.

10 હજારની લાંચ લેવાના કેસમાં તપાસ અને પછી.... .

વિગતો મુજબ ગયા વર્ષે મે મહિનામાં EDએ 10,000 રૂપિયાની લાંચના મામલે ચીફ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, લાંચની રકમ મંત્રી સુધી પહોંચાડવામાં આવે છે. જે બાદ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમનું નામ પ્રથમ વખત સામે આવ્યું છે. આ તપાસ દરમિયાન જ આલમગીરના અંગત સચિવ સંજીવ લાલનું નામ સામે આવ્યું હતું અને હવે સંજીવ લાલના ઘરમાં કામ કરતા નોકર પાસેથી આ રોકડ મળી આવી છે.

EDની કાર્યવાહી બાદ ભાજપે કોંગ્રેસ પર તાક્યું નિશાન

BJP સાંસદ નિશિકાંત દુબેએ આ મામલે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. ગોડ્ડાથી કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ યાદવ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, રૂ. 30 કરોડથી વધુ અને ગણતરી ચાલુ છે... આજે, EDએ કોંગ્રેસ વિધાયક દળના નેતા અને ઝારખંડ સરકારના ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલ સામે મોટી કાર્યવાહી કરી છે. EDને સંજીવ લાલના ઘરેથી 30 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી છે. પ્રદીપ યાદવની પાર્ટીની વાર્તા..."

વધુ વાંચો : શું ગુજરાત સહિતના રાજ્યોમાં હીટવેવની થશે ચૂંટણી પર કોઇ અસર? હાલ ભારતભરમાં લૂનું જોખમ

આવો જાણીએ કોણ છે આલમગીર આલમ?

આલમગીર આલમ પાકુર વિધાનસભાથી ચાર વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં ઝારખંડ સરકારમાં સંસદીય બાબતો અને ગ્રામીણ વિકાસ મંત્રી છે. આ પહેલા આલમગીર આલમ 20 ઓક્ટોબર 2006થી 12 ડિસેમ્બર 2009 સુધી ઝારખંડ વિધાનસભાના સ્પીકર પણ હતા. સરપંચની ચૂંટણી જીતીને આલમગીરે રાજકીય દાવની શરૂઆત કરી હતી. વર્ષ 2000માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને ત્યારથી અત્યાર સુધીમાં 4 વખત ધારાસભ્ય બન્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ