બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ગુજરાત / ભારત / Politics / અન્ય જિલ્લા / શું ગુજરાત સહિતના રાજ્યોમાં હીટવેવની થશે ચૂંટણી પર કોઇ અસર? હાલ ભારતભરમાં લૂનું જોખમ

લોકસભા ચૂંટણી 2024 / શું ગુજરાત સહિતના રાજ્યોમાં હીટવેવની થશે ચૂંટણી પર કોઇ અસર? હાલ ભારતભરમાં લૂનું જોખમ

Last Updated: 11:47 AM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે, ગુજરાતમાં આ મહિને 8થી 11 દિવસ સુધી હીટવેવ જોવા મળી શકે

Lok Sabha Election 2024 : લોકસભાની ચુંટણીને લઈ આવતીકાલે દેશના અનેક રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. આ તરફ મે મહિનો આવતા જ ઉત્તર ભારતના ઘણા ભાગોમાંઆ વધતી ગરમીની અસરો દેખાવા લાગી છે. જોકે આવતીકાલે યોજાનાર અને બાકી રાજ્યોની ચૂંટણીના તબક્કામાં પણ ગરમીની અસર દેખાઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે જ દેશમાં હીટવેવ-લૂ ની તીવ્રતા વધી રહી છે. આ સાથે આગાહી કરાઇ છે કે, આ વર્ષે મે મહિના દરમિયાન 15 રાજ્યોમાં લૂ ફૂંકાવાના દિવસો સરેરાશથી વધુ રહેવાનું પૂર્વાનુમાન છે.

હવામાંન વિભાગના ડાયરેક્ટર જનરલ ડો.એમ મોહાપાત્રાએ કહ્યું કે, પશ્ચિમ ભારતમાં વાત કરીએ તો ગુજરાત, રાજસ્થાન, પશ્વિમી મધ્યપ્રદેશ સહિતના ક્ષેત્રોમાં મે મહિનામાં 8 થી 11 દિવસ સુધી હીટવેવ જોવા મળી શકે છે. મધ્યપ્રદેશના બાકીના હિસ્સા, ઝારખંડ, બિહાર, દિલ્હી અને પંજાબમાં જાણ ઘણીવાર 3-4 દિવસ માટે હીટવેવ રહે છે ત્યાં મે મહિનામાં પાંચથી 7 દિવસ સુધી હીટવેવ જોવા મળી શકે છે.

જાણો ચૂંટણી પર શું પડશે અસર ?

હવામાન વિભાગના ડો.એમ મોહાપાત્રાએ જણાવ્યું કે, ચૂંટણીની તૈયારીઓ માટે અમે હવામાનની માહિતી આપી હતી અને એમ પણ જણાવ્યું હતું કે, કયા દિવસે હીટવેવ હોઇ શકે છે ? અમે દરરોજ આગામી 5 દિવસના હવામાનની માહિતી ચૂંટણી પંચને આપી રહ્યા છીએ અને તેને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચ દ્વારા જરૂરી તમામ પગલાં લેવાઈ રહ્યા છે. ચૂંટણી પ્રવૃત્તિઓમાં રોકાયેલ સક્રિય લોકો પર હીટવેવની વધુ અસર થઈ શકે છે. ઉત્તર-પૂર્વ ભારતમાં પણ ભારે પવન ફૂંકાવા સાથે હીટ સ્ટ્રોકની શક્યતા વધી ગઈ છે.

વધુ વાંચો : અમદાવાદની બેઠક જે છેલ્લા 35 વર્ષથી છે ભાજપનો 'ગઢ', આવો ઇતિહાસ પર કરીએ એક નજર

હવામાન વિભાગે શું કરી અપીલ ?

હવામાન વિભાગે લોકોને હીટવેવથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવા સલાહ આપી છે. આ સાથે કહ્યું કે, જો બપોરે બહાર નીકળવાનું જરૂરી હોય તો છત્રી લઈને નીકળવાનું, ઢીલાં કપડાં પહેરવાનું અને શક્ય તેટલું વધારે પાણી પીવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ