બ્રેકિંગ ન્યુઝ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હવે થોડા જ મહિનાઓ બાકી છે. તેઓ 12 જુલાઈ 2024એ લગ્નના બંધનમાં બંધાઈ જશે. એક રિપોર્ટ અનુસાર અંબાણી પરિવારના લગ્નના ફંક્શન લંડનમાં 300 એકડની મોટી એક પ્રોપર્ટીમાં થશે. આ લગ્નમાં અંબાણી પરિવારના નજીકના લોકો અને બોલિવુડના અમુક સ્ટાર્સને આમંત્રણ પણ મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
જામનગરમાં હતુ પ્રી-વેડિંગ સેલિબ્રેશન
1થી 3 માર્ચની વચ્ચે ગુજરાતના જામનગરમાં દેશ-દુનિયાના સેલિબ્રિટીઝનો જમાવડો હતો. ત્રણ દિવસ ચાલેલી આ ખૂબ જ મોંઘી સેરેમનીમાં ફેસબુક, માઈક્રોસોફ્ટના CEO, બોલિવુડના મોટા સ્ટાર્સ અને પોપ્યુલર ક્રિકેટર શામેલ થયા.
એક રિપોર્ટ અનુસાર નીતા અને મુકેશ અંબાણીના દિકરાના પ્રી-વેડિંગ સેરેમનીમાં 120 મિલિયન ડોલરનો ખર્ચ આવ્યો હતો. આ ઈવેન્ટમાં દુનિયાભરના કલાકારોએ પરફોર્મ કર્યું. રિપોર્ટ્સ અનુસાર ગ્લોબલ સ્ટાર રિહાનાએ પોતાના પરફોર્મન્સ માટે 60-70 કરોડ રૂપિયા ચાર્જ કર્યા.
ADVERTISEMENT
લંડનમાં કરશે લગ્ન?
હવે ખબર આવી રહી છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું વેડિંગ ફંક્શન લંડન સ્થિત અંબાણી પરિવારની આલીશાન પ્રોપર્ટીમાં થવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે તે જગ્યા છે જ્યાં જેમ્બ બોન્ડ સીરિધની બે મૂવીની શૂટિંગ થઈ ચુકી છે.
ADVERTISEMENT
ખબર અનુસાર બની શકે છે કે અંબાણી પરિવાર લગ્નની મુખ્ય વિધિ પોતાના દેશ ભારતમાં જ કરે. જોકે અંબાણી પરિવાર તરફથી હજુ લગ્ન કે વેડિંગ ફંક્શનને લઈને કોઈ પણ પ્રકારની કોઈ જાણકારી શેર કરવામાં નથી આવી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.