બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Is it possible to get a US green card by investing millions of dollars? Yes or no, know the details

જાણવા જેવું / શું લાખો ડૉલરનું રોકાણ કરીને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળી શકે? હા કે ના, જાણો વિગત

Vishal Dave

Last Updated: 05:03 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EB-5 વિઝા એ H-1B વિઝાનો એક બહુ જોરદાર વિકલ્પ છે. તેમાં દર વર્ષે લગભગ 10,000 વિઝા આપવામાં આવે છે અને રોકાણ પર બહુ સારું વળતર પણ મળી રહે

જેઓ અમેરિકામાં ઈન્વેસ્ટમેન્ટ કરીને ત્યાંનું ગ્રીન કાર્ડ મેળવવા માગે છે, તેમના માટે EB-5 વિઝા સૌથી શ્રેષ્ઠ વિકલ્પમ માનવામાં આવે છે.. EB-5 વિઝા એ H-1B વિઝાનો એક બહુ જોરદાર વિકલ્પ છે. તેમાં દર વર્ષે લગભગ 10,000 વિઝા આપવામાં આવે છે અને રોકાણ પર બહુ સારું વળતર પણ મળી રહે છે. આમાં જે તે વ્યક્તિએ કમ સે કમ 8 લાખ ડોલરનું રોકાણ અમેરિકામાં કરવું પડે છે અને તેના આ ઇન્વેસ્ટમેન્ટથી અમેરિકામાં ઓછામાં ઓછા બે વર્ષ માટે 10 ફુલટાઇમ જોબ ઉભી થવી જોઇએ તે જરૂરી છે.  અમેરિકાને આ વિઝા પ્રોગ્રામ બહુ ફળ્યો છે. EB-5 ટ્રેડ એસોસિયેશન મુજબ 2023ના પ્રથમ બે ક્વાર્ટરમાં ઓછામાં ઓછા 834 મિલિયન ડોલર ઈન્વેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ફંડ દ્વારા કોમર્શિયલ રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રા પ્રોજેક્ટને ડેવલપ કરવામાં આવ્યું હતું.

યોગ્ય આયોજનનો અભાવ હોય તો પરિણામ બહુ ખરાબ આવી શકે છે.

 EB-5 રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટમાં કેટલાક જોખમો અને રિવોર્ડ પણ સામેલ હોય છે. તેથી ઈન્વેસ્ટરોએ પોતાના હિત સાચવવા માટે અવનવા ઉપાયો અજમાવવા પડે છે. EB-5માં તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું હોત તો તેમાં જે ફાયદા છે તે અઢળક છે, પરંતુ તેમાં યોગ્ય આયોજનનો અભાવ હોય તો પરિણામ બહુ ખરાબ આવી શકે છે. EB-5 રિયલ એસ્ટેટમાં રોકાણ કરવામાં આવે તો તેના જોખમો સમજવા જરૂરી છે. જેમ કે માર્કેટમાં શિફ્ટ આવે, રેગ્યુલેટરી નિયમો બદલાય, પ્રોજેક્ટને લગતી મુશ્કેલીઓ હોય તો તે સફળ ઈન્વેસ્ટમેન્ટને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેથી રિસ્ક એસેસમેન્ટ કરીને પછી જ રોકાણ કરવું જોઈએ.

આ પણ વાંચોઃ ઉનાળાની ગરમીને લઇ મહત્વનો નિર્ણય: હવેથી વંદે ભારતમાં યાત્રિકોને મળશે માત્ર આટલા લિટર પાણી

જોખમો તો હોય છે, પરંતુ સાથે  ફાયદા પણ હોય છે 

EB-5 રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટથી કેટલા ફાયદા થાય છે તે પણ સમજી લેવા જરૂરી છે. આમાં કેટલાક જોખમો હોય છે પરંતુ તેની સાથે બહુ આકર્ષક વળતર પણ મળી શકે છે. EB-5નો મુખ્ય હેતુ અમેરિકામાં પર્મેનન્ટ રેસિડન્સી આપવાનો છે. જોકે, તેમાં કેટલાક વધારાના ફાયદા પણ હોય છે જેમ કે તેમાં ફાઈનાન્શિયલ ગ્રોથ અને નફાકારક રિટર્નનો રસ્તો ખુલી જાય છે. અમેરિકન બ્યૂરો ઓફ ઈકોનોમિક એનાલિસિસ કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકામાં રિયલ એસ્ટેટમાં જોરદાર ગ્રોથ થયો છે અને દેશના જીડીપીમાં તે મહત્ત્વનું યોગદાન આપે છે.


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ