ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / guruwar puja tips do include these 5 things in lord vishnu puja

ધર્મ / ભાગ્ય નથી સાથ આપી રહ્યું? તો આજથી જ પૂજામાં સામેલ કરો આ 5 ચીજ, પછી જુઓ...!

Published By: Arohi

Last Updated: 02:17 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Guruwar Puja Tips: ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ભગવાન વિષ્ણુને પૂજા વખતે આ 5 વસ્તુઓ અર્પિત કરો.

ADVERTISEMENT

ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને વૃહસ્પતિ દેવની પૂજા કરવાથી ભક્તોના દરેક કષ્ટ દૂર થઈ જાય છે. શ્રી હરિને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે ગુરૂવારના દિવસે પૂજામાં આ 5 વસ્તુઓને જરૂર શામેલ કરો. 

થાય છે માતા લક્ષ્મીની પૂજા 
ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસ વિધિપૂર્વક માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય પણ ધન-ધાન્યની કમી નથી થતી અને વ્યક્તિને માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા બનાવી રાખવા માટે આજના દિવસે પૂજામાં આ વસ્તુઓને જરૂર શામેલ કરો. 

તુલસીના પાન 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. એવામાં ગુરૂવારના દિવસે પૂજા વખતે શ્રી હરિને તુલસીના પાન અર્પિત કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે. સાથે જ સંભવ હોય તો ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તુલસીની માળા જરૂર પહેરો. જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલીગ્રામના પત્ની તુલસી છે અને ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. 

પીતાંબર 
ભગવાન વિષ્ણુને પીતાંબર ખૂબ જ પ્રિય છે. માટે કહેવાય છે કે ગુરૂવારના દિવસે પૂજા વખતે પીળા રંગના કપડા ધારણ કરો. સાથે જ ભગવાન વિષ્ણુને પીતાંબર જરૂર અર્પિત કરો. તેનાથી જગતના પાલનહાર પ્રસન્ન થઈને ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. 

નારિયેળ કરો અર્પિત 
ગુરૂવારે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે નારિયેળ આપવું શુભ માનવામાં આવે છે. માટે પૂજા વખતે તેમને નારિયેળ જરૂર અર્પિત કરો. જણાવી દઈએ કે નારિયેળ તેમની પ્રિય વસ્તુ છે. 

પીળો ભોગ 
ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવાથી જલ્દી જ શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુને આજના દિવસે પીળી વસ્તુઓનો ભોગ જરૂર લગાવવો. આ સમય દરમિયાન ભગવાનને પીળો હલવો, ગોળ ચણાની દાળ, કેળા, કેસરિયા ભાત વગેરે વસ્તુઓનો ભોગ લગાવી શકાય છે. 

વધુ વાંચો: દર ગુરૂવારે પૂજા સમયે અચૂકથી ઉતારો આ આરતી, મળશે તમામ સંકટોમાંથી મુક્તિ

વૈજયંતી છોડ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૈજયંતીના ફૂલ ભગવાન વિષ્ણુને ખૂબ જ પસંદ છે. માટે ગુરૂવારના દિવસે તેમને વૈજયંતીના ફૂલ જરૂર અર્પિત કરો. તેનાથી વિષ્ણુજી પ્રસન્ન થઈને ભક્તોની બધી મનોકામનાઓ પુરી કરે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Guruwar Puja Vishnu puja tips ગુરૂવાર પૂજા Astro Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ