બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Congress was suspended Nilesh Kumbhani released the video
Last Updated: 05:35 PM, 26 April 2024
લોકસભાની ચૂંટણી જોરદાર ચર્ચામાં રહેલા સુરત બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદનો પ્રથમ વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે, હું હાઇકમાન્ડના સંપર્કમાં હતો અને બાબુભાઇ સાથે વાતચીત કરતો હતો તેમજ આવતીકાલે સવારે હું અમદાવાદ પહોંચવાનો હતો. વધુમાં કહ્યું કે, કોંગ્રેસ સાથે હોવાની વાત મેં મિત્રો અને સગા સબંધીને કરી હતી
ADVERTISEMENT
'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા હતા'
કોંગ્રેસે સસ્પેન્ડ કર્યાના એક કલાક બાદ નિલેશ કુંભાણીએ જાહેર કરેલા વીડિયોમાં જણાવ્યું કે, કોંગ્રેસના કાર્યકરોએ મારી ઘરે વિરોધ કર્યો, મને પરત ફરવા મજબૂર કર્યો હતો. બૂથની વિગત આપવા કોંગ્રેસ નેતા તૈયાર ન હતા. વધુમાં આક્ષેપો કરતા કહ્યું કે, વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા હતા. એક પણ આગેવાન મારી સભામાં કે પ્રચારમાં આવ્યા ન હતા. 2017માં પણ મને ભાજપની ઓફર હતી, મને અપક્ષમાં જોડાવવા ભાજપ તરફથી કહેવાયું પણ હતું પરંતુ મેં કોંગ્રેસને નુકસાની જાય તેવું કશું કર્યું નથી.
ADVERTISEMENT
'...મને સભા ઓછી કરવાનું કહ્યું હતું'
નિલેશ કુંભાણીએ કહ્યું કે, 2017માં મને સભા ઓછી કરવાનું કહ્યું હતું. મારા સાથીદારો ભાજપની વાતમાં આવી ગયા હતા. મે પ્રતાપ દૂધાતને પણ અનેક વખત કહ્યું હતું. પ્રતાપ દૂધાત મારો ફોન ઉપાડતા ન હતા .પ્રતાપ દૂધાત માટે મે હાઇકમાન્ડને વાત પણ કરી હતી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.