બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ભારત / સ્પોર્ટસ / ચેમ્પિયન ટ્રોફી રમવા ટીમ ઈન્ડીયા પાકિસ્તાન જશે? BCCI ઉપાધ્યક્ષે આપ્યું મોટું નિવેદન

ક્રિકેટ / ચેમ્પિયન ટ્રોફી રમવા ટીમ ઈન્ડીયા પાકિસ્તાન જશે? BCCI ઉપાધ્યક્ષે આપ્યું મોટું નિવેદન

Last Updated: 04:45 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ટીમ ઈન્ડીયાનું ચેમ્પિયન ટ્રોફીમાં રમવાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.

2025થી પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી શરુ થઈ રહી છે. ટીમ ઈન્ડીયા ચેમ્પિયન ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જાય તેવું BCCI સચિવ જય શાહ પહેલેથી કહી ચૂક્યાં છે. હવે ટીમ ઈન્ડીયા પાકિસ્તાનમાં રમવા જશે કે નહીં તેના નિર્ણયની જવાબદારી BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કેન્દ્ર સરકાર પર નાખી છે.

શું બોલ્યાં રાજીવ શુક્લા

બીસીસીઆઇના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ જણાવ્યું કે ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહીં તેનો નિર્ણય ભારત સરકાર જ લેશે. તેના નિર્ણયને આપણે બધાએ સ્વીકારવો પડશે. ચેમ્પિયન્સ ટ્રોફીના કિસ્સામાં, અમે ભારત સરકાર જે કહેશે તે કરીશું. અમે અમારી ટીમ ત્યારે જ મોકલીએ છીએ જ્યારે ભારત સરકાર મંજૂરી આપે. તેવામાં અમે ભારત સરકારના નિર્ણય અનુસાર આગળ વધીશું.

જય શાહ શું બોલ્યાં હતા

ફેબ્રુઆરી 2024માં જય શાહે પણ આ મામલે નિવેદન આપ્યું હતું. ત્યારે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એસસીએ) ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને પૂર્વ ફર્સ્ટ ક્લાસ પ્લેયર અને સિનિયર એડમિનિસ્ટ્રેટર નિરંજન શાહના નામ પરથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જય શાહે કહ્યું હતું, 'હું તે કેવી રીતે નક્કી કરી શકું. આઇસીસી નિર્ણય લેશે. જય શાહે કહ્યું કે, ટુર્નામેન્ટમાં હજુ એક વર્ષ બાકી છે અને આ એક વર્ષમાં મને ખબર નથી કે, પરિસ્થિતિમાં કેટલો ફેરફાર થશે.

વધુ વાંચો : VIDEO : પ્રાઈવેટ પાર્ટ પર એટલા જોરથી બોલ વાગ્યો કે તરત મર્યો છોકરો, મેદાનમાં હાહાકાર

છેલ્લે ક્યારે ટીમ ઈન્ડીયા પાકિસ્તાન ગઈ હતી?

ભારતીય ટીમે છેલ્લે 2008માં પાકિસ્તાન ગઈ હતી ત્યાર બાદ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસ પર એશિયા કપ રમી હતી. ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને શ્રીલંકાએ 100 રનથી હરાવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ