બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ગુજરાત / અમદાવાદ / અમિત જેઠવા મર્ડર કેસમાં હાઇકોર્ટનો મોટો ચુકાદો, દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

BIG NEWS / અમિત જેઠવા મર્ડર કેસમાં હાઇકોર્ટનો મોટો ચુકાદો, દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

Last Updated: 04:28 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

High Court Judgment: હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: RTE એકિટવિસ્ટ અમિત જેઠવાના મર્ડર કેસના તમામ આરોપી નિર્દોષ

ગુજરાત હાઈકોર્ટે અમિત જેઠવાના મર્ડર કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. RTE એકિટવિસ્ટ અમિત જેઠવાના મર્ડર કેસના તમામ આરોપી નિર્દોષ હોવાનું HCએ ચુકાદો આપ્યો છે. અત્રે જણાવીએ કે, તપાસ એજન્સીએ આરોપ પુરવારમાં નિષ્ફળ ગઈ છે. 20 જુલાઈ 2010માં જેઠવાની હત્યા થઇ હતી. જેને લઈ CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી

શું હતો કેસ

20 જુલાઈ 2010ના રોજ ગુજરાત હાઈકોર્ટે પાસે સત્યમેવ કૉમ્પલેક્સ નજીક સાંજે 8.30 વાગ્યે RTI અને ખાંભાના વતની અમિત જેઠવાની હત્યા થઈ હતી. અમિત જેઠવા તે દિવસે હાઇકોર્ટમાં એફિડેવિટ કરવા આવ્યા હતા. આ કેસમાં મૃતક અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવા દ્વારા ગીર સોમનાથના પૂર્વ સાંસદ દીનો બોઘા સોલંકી સહિત 7 લોકો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં સોલા પોલીસ બાદ સીટની રચના થઈ, જેમાં સુરેન્દ્રનગરના તત્કાલીન SPને જવાબદારી સોંપવામાં આવી હતી. ભીખા જેઠવાએ કેસની તાપસ CBIને સોંપવાની માગણી કરતી અરજી હાઇકોર્ટમાં થઈ હતી, જે કોર્ટે માન્ય રાખી 2012થી કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી.

2013માં દીનું બોઘાની ધરપકડ કરાઈ હતી

આ કેસમાં સૌ પ્રથમ CBI દ્વારા સંજય ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી. 6 સપ્ટેમ્બર 2010માં દીનું બોઘાના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ અને સાડા ચાર વર્ષ જેલમાં રહ્યા બાદ જામીન મળ્યા હતા. 5 નવેમ્બરે 2013 ભાઈબીજના દિવસે ગીર સોમનાથના પૂર્વ BJP સાંસદ દીનું બોઘા સોલકીની ધરપકડ કરવામાં આવી અને સાડા ત્રણ મહિના જેલમાં રહ્યા બાદ સૌથી પહેલા આ કેસમાં જમીન કોર્ટે આપ્યા હતા. આ કેસમાં સુરેન્દ્રનગર જિલ્લાનો શાર્પ શૂટર શૈલેષ પડ્યાં જેલમાં છે. કોર્ટ તેને એકવાર 5 દિવસના પેરોલ આપ્યા હતા. 21 ડિસેમ્બર 2013એ કેસમાં પ્રથમ ચાર્જશીટ કરવામાં આવી, ત્યારબાદ સપ્લીમેન્ટરી ચાર્જશીટ કરવામાં આવી હતી. જેમાં મોટા ભાગના સાક્ષી હોસ્ટાઈલ થયા છે. કોર્ટે 18 સાક્ષીઓને 24 કલાક હથિયારધારી પોલીસ મેનની સુરક્ષા આપી હતી. પોલીસ પ્રોટક્શન આપવામાં મુખ્ય સાક્ષી રામભાઈ સહિત વનરાજભાઈ પ્રજાપતિ, વિજયભાઈ પાંડે, જયેશ પટેલ, ધર્મેશ પ્રજાપતિ, યોગેશભાઈ પંડ્યા, મહંમદ ઉસ્માન શેખ, ભૂપતસિંહ ઝાલા સહિતનો સમાવેશ થાય છે.

2019માં CBI કોર્ટ જજમેન્ટ આપ્યુ

વર્ષ 2016માં અમિત જેઠવાના પિતા ભોખભાઈ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી, જેમાં તેમણે કેસની રિટ્રાયલ કરવાની માંગ કરી જે હાઇકોર્ટ માન્ય રાખી હતી. વર્ષ 2016માં હાઇકોર્ટના આદેશ સામે કેસના આરોપી અને CBPએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને સુપ્રીમ કોર્ટ 26 સાક્ષીની પુન ટ્રાયલ કરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ આ કેસમાં જજમેન્ટને લઈ કોર્ટમાં અત્યાર સુધી 2 મુદત પડી છે. 24 જુન 2019, અને 29 જૂન 2019 ફરી એકવાર કોર્ટે 6 જુલાઈ 2019ની મુદત હતી. જેમાં CBI કોર્ટ જજમેન્ટ આપ્યુ.

વાંચવા જેવું: અમદાવાદ સ્કૂલ બોંબ ધમકીમાં નવો ફણગો ફૂટ્યો, આ શખ્સનું નામ ખુલ્યું, પોલીસ કમિશનરનો ખુલાસો

આ કેસમાં આ સાત લોકોના નામ હતા

અમિત જેઠવા તરફથી કોર્ટમાં આનંદ યાજ્ઞિક વકીલ તરીકે હાજર થયા, દીનું બોઘા સોલંકી તરફ રાજેશ મોદી વકીલ તરફથી રહ્યાં હતા, અને CBI તરફથી વકીલ તરીકે મુકેશ કાપડિયા રહ્યાં હતા. આ કેસમાં કુલ 7 આરોપી હતા. જેમાં આરોપી તરીકે શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ, દિનુબોઘા સોલંકી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ