બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ગુજરાત / ભારત / અમદાવાદ / અમદાવાદ સ્કૂલ બોંબ ધમકીમાં નવો ફણગો ફૂટ્યો, આ શખ્સનું નામ ખુલ્યું, પોલીસ કમિશનરનો ખુલાસો

ગુજરાત / અમદાવાદ સ્કૂલ બોંબ ધમકીમાં નવો ફણગો ફૂટ્યો, આ શખ્સનું નામ ખુલ્યું, પોલીસ કમિશનરનો ખુલાસો

Last Updated: 03:48 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સ્કૂલોમાં બોંબ ધમકી કેસમાં નવો ફણગો ફૂટ્યો છે, તેનું પગેરું સાત સમંદર પાર નીકળ્યું છે.

'ઈમેઈલ પર ઉડાવી દેવાની ધમકી' છેલ્લા થોડા સમયથી દેશમાં ચાલી રહેલો આ ટ્રેન્ડ અમદાવાદમાં પણ દોહરાયેલો જોવા મળ્યો છે. લોકસભા ચૂંટણીના વોટીંગના બરાબર એક દિવસ પહેલા અમદાવાદની ઘણી જાણીતી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી હતી.

કઈ કઈ સ્કૂલોને ધમકી

ગુરુકુળની એશિયા સ્કૂલ, થલતેજના આનંદ નિકેતન, ડીપીએસ બોપલ, મેમનગરની એચબીકે સ્કૂલ, થલતેજની ઝેબાર સ્કૂલ, એસજી રોડ પર કોસ્મોસ કેસલ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ચાંદખેડા અને શાહીબાગ કેન્ટોનમેન્ટની બે કેન્દ્રીય વિદ્યાલયો સહિત અનેક સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી હતી.

શું બોલ્યાં અમદાવાદ પોલીસ કમિશનર

હવે આ ઈમેલ કોણે અને કેમ મોકલ્યો, તેને લઈને અમદાવાદ પોલીસે તપાસ શરુ કરી દીધી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે એવું કહ્યું કે ઈમેલ રશિયન સર્વરમાંથી મોકલાયો હતો જેમાં અરબી શબ્દો અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો સંદેશો હતો. હાલમાં પોલીસ ઈમેઈલની સત્યતા ચકાસી રહી છે.

કોણ મોકલ્યો ઈમેલ

ઈમેઈલ મોકલનાર વ્યક્તિ પોતાની ઓળખ તૌહીદ વોરિયર તરીકે ઓળખાવી હતી અને શહેરભરમાં "ઇતિશાદી" દ્વારા કરવામાં આવેલા હુમલાની ચેતવણી આપી હતી. સંદેશમાં ગુજરાતમાં શરિયા કાયદો લાગુ પાડવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિરોધ કરનારા સામે હિંસાની ધમકી પણ આપવામાં આવી હતી.

ધમકી મળ્યાં બાદ શું થયું

સ્કૂલોને ધમકીભર્યો ઈમેઈલ મળ્યાં બાદ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, શહેર ક્રાઇમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (એસઓજી) સહિતની વિશેષ ટીમો સ્કૂલોની સલામતી સુનિશ્ચિત કરવાના કામમાં લાગી ગઈ હતી અને તાબડતોબ તપાસ શરુ કરી દેવાઈ હતી.

વધુ વાંચો : નદીમાં મગરોના હાથમાં આવ્યો 6 વર્ષનો છોકરો, પાંદડા જેમ ચાવી ખાધો, કોણે-કેમ ફેંક્યો?

દિલ્હીની 150 સ્કૂલોને પણ મળી હતી ધમકી

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે દિલ્હીની લગભગ 150 શાળાઓને બોમ્બની ધમકીના આવા ઈમેઈલ મળ્યા હતા. પોલીસે તપાસ શરુ કરી દીધી છે અને ઈમેઈલના સ્ત્રોતને શોધી કાઢવા તથા સંદેશને ડીકોડ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યાં હતા. જોકે હજુ સુધી કંઈ નક્કર સામે આવ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ