બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે દિવસ-રાત YouTube ચલાવી શકશો, ક્યારેય ખતમ નહીં થાય Internet ડેટા, બસ કરી લો આ સેટિંગ
Last Updated: 03:58 PM, 6 May 2024
આજ કાલ લોકો તેમનો ફ્રી સમય મોટા ભાગે ઈન્ટરનેટ પર પસાર કરે છે. તેમાં યૂટ્યુબના વીડિયો લોકો ખૂબ જોવાનું પસંદ કરે છે. જેમાં એજ્યુકેશનથી લઈ સોંગ, મૂવી તમામ પ્રકારનાં વીડિયો લોકો જોતા હોય છે. એવામાં ઇન્ટરનેટ ખતમ થઈ જવાની સમસ્યા વારંવાર આવતી હોય છે. જેથી લોકો યૂટ્યુબનો કોઈ વીડિયો નથી જોઈ શકતા. આ માટે યુટયુબે એક સુવિધા આપી છે જે ફીચરનો ઉપયોગ કરી તમે ઇન્ટરનેટ વગર પણ વીડિયો જોઈ શકો છો.
ADVERTISEMENT
ઇન્ટરનેટ વગર યૂટ્યુબનો વીડિયો જોવા ઓફલાઈન વીડિયોની સુવિધા આપી છે. તમે જ્યારે ઓનલાઇન હોય ત્યારે ફોનમાં તમે યૂટ્યુબનો વીડિયો ડાઉનલોડ કરી શકો છો. આ વીડિયો ડાઉનલોડ થયા બાદ તેને તમે ગમે ત્યારે જોઈ શકો છો. તેનાથી તમારો ડેટા પણ યુઝ નહીં થાય. જે લોકો વારંવાર યૂટ્યુબનો ઉપયોગ કરે છે તેમના માટે આ ફીચર ખૂબ ઉપયોગી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વધુ વાંચો: જૂનો સ્માર્ટફોન સારી કિંમતે વેચવો છે? આ 4 ટિપ્સ લાગશે કામ, ધાર્યા કરતાં વધારે મળશે રૂપિયા
ADVERTISEMENT
તમે યૂટ્યુબમાં ગમે તેટલા વીડિયો ડાઉનલોડ કરી શકો છો. તમારા ફોન કે બીજી કોઈ ડીવાઇસમાં સ્ટોરેજ મુજબ તમે વીડિયો ડાઉનલોડ કરી શકો છો. જેટલી વધુ સ્ટોરેજ હશે તેટલા વધું વીડિયો ડાઉનલોડ કરી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.