ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / તમારા કામનું / 26 કિમીનું માઈલેજ, 8.80 લાખ કિંમત, આ 7 સીટર કારનું જોરદાર વેચાણ
Last Updated: 05:12 PM, 9 June 2026
ADVERTISEMENT
Auto News: ભારતીય બજારમાં 7-સીટર કારનો એક અલગ ક્રેઝ જોવા મલે છે. મોટી સંખ્યામાં લોકો 7-સીટર કાર ખરીદે છે. આ શ્રેણીમાં એમપીવી અને એસયૂવી બંનેના બોડી સ્ટાઇલ મળે છે. મે 2026 માં આ સેગમેન્ટમાં કુલ 83,830 યુનિટનું વેચાણ થયું હતું.
ADVERTISEMENT
મે 2025 માં 7-સીટર કારનું વેચાણ 71,148 યુનિટ રહ્યું હતું. આ વર્ષે મે મહિનામાં આ સેગમેન્ટમાં વેચાણ 24.9 ટકા વધ્યું. મારુતિ સુઝુકી એર્ટિગા સેગમેન્ટમાં આગળ છે, જ્યારે મહિન્દ્રા પણ તેની એસયૂવી સાથે આ સેગમેન્ટમાં ખૂબ લોકપ્રિય છે.

ADVERTISEMENT
મારુતિ સુઝુકી એર્ટિગાએ મે 2026 માં 20,350 યુનિટ વેચ્યા, જે વાર્ષિક ધોરણે 26.1 ટકાનો વધારો દર્શાવે છે. એકલા આ કારનો 7-સીટર સેગમેન્ટમાં 22.9 ટકા હિસ્સો છે. તેની સિબલિંગ એક્સએલ 6 ના મે મહિનામાં 3,770 યુનિટ વેચાયા છે. અર્ટિંગાની કિંમત ₹8.80 લાખથી શરૂ થાય છે, અને તેનું સીએનજી વેરિઅન્ટ 26.11 Km/Kg માઇલેજ આપે છે.
મહિન્દ્રા સ્કોર્પિયોની પણ ભારે માંગ છે અને તે સૌથી વધુ વેચાતી 7-સીટર એસયૂવી છે. મે 2026માં 15,774 યુનિટ વેચાયા હતા, જે ગયા વર્ષની સરખામણીમાં 9.5% નો વધારો દર્શાવે છે.
ADVERTISEMENT
ટોયોટા ઇનોવા ક્રિસ્ટા અને હાઇક્રોસનું વેચાણ પણ 10,000 ને વટાવી ગયું. કંપનીએ મે મહિનામાં 10,325 યુનિટ વેચ્યા, જે ગયા વર્ષની સરખામણીમાં 16.2% નો વધારો દર્શાવે છે, જ્યારે તેમનો બજાર હિસ્સો 11.6% છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ટેક્નોલોજી / iOS27થી લઇને Siri AI સુધી...! Apple ઇવેન્ટમાં કરાયા આ 11 મોટા એલાન
મહિન્દ્રા એક્સયૂવી 7એક્સઓના વેચાણમાં પણ જબરજસ્ત સેલ જોવા મળ્યું, મે 2026માં 9,338 યુનિટ વેચાયા. આ કંપનીની XUV700 નું અપડેટેડ વર્ઝન છે. ગયા વર્ષની સરખામણીમાં આ કારનું વેચાણ 45.1 ટકા વધ્યું છે.
ADVERTISEMENT
મહિન્દ્રાની કાર પણ પાંચમા સ્થાને છે. મહિન્દ્રા બોલેરોએ મે મહિનામાં 8,933 યુનિટ વેચ્યા. મહિન્દ્રા 9એસ પણ ટોચના 10 વાહનોની યાદીમાં સ્થાન ધરાવે છે, મે મહિનામાં 3,502 યુનિટ વેચાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT