બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના નાસીર નગર ભૂતિયા ડિમોલિશન મામલે તપાસ કમિટીની રચના કરાઈ, 'વિલન' કોણ હવે સામે આવશે
Last Updated: 09:15 PM, 9 June 2026
સુરત મહાનગરપાલિકા (SMC)ના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાંથી એક ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નાસીર નગરમાં થયેલા કથિત ગેરકાયદેસર અને વિવાદાસ્પદ 'ભૂતિયા ડિમોલેશન' મામલે સ્થાનિક સ્તરે ભારે હોબાળો મચ્યો હતો. આ ચકચારી ઘટનાના આખરે પૂરા દસ દિવસ વીતી ગયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને આખા મામલાની ઝીણવટભરી તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની સત્તાવાર રચના કરવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ કમિટી ખાસ કરીને સેન્ટ્રલ ઝોનના જવાબદાર અધિકારીઓની આ સમગ્ર ઘટનામાં શું ભૂમિકા હતી, અને કોના ઈશારે આ કાર્યવાહી કરવામાં આવી તેની ઊંડાણપૂર્વક તપાસ કરશે. સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આ વિવાદાસ્પદ પ્રકરણને ગંભીરતાથી લઈને તટસ્થ તપાસ માટે આ વિશેષ તપાસ કમિટી તૈયાર કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ કમિટી ડેપ્યુટી કમિશનર એમ.એમ. ગજ્જરની અધ્યક્ષતામાં કામ કરશે. આ હાઈપાવર તપાસ સમિતિની અંદર વહીવટી અને ટેકનિકલ પાંખના નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં બે ડેપ્યુટી કમિશનર, એક એડિશનલ સીટી ઇજનેર, બે કાર્યપાલક ઇજનેર અને એક ડેપ્યુટી ઇજનેર સહિતના ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ રીતે કુલ 6 સભ્યોની મજબૂત તપાસ કમિટીની રચના કરીને સમગ્ર પ્રકરણનો અહેવાલ તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીર નગરની 100 થી વધુ નાની-મોટી મિલકતોનું કોઈ પણ યોગ્ય કાનૂની પૂર્વ સૂચના વગર અચાનક ડિમોલેશન કરી નાખવામાં આવ્યું હતું, જે અંગે સ્થાનિક રહીશો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આખરે આ ગંભીર મુદ્દે કમિશનર દ્વારા સત્તાવાર તપાસ શરૂ કરાતા મહાનગરપાલિકાની લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો : નાસીરનગર ભુતિયા ડિમોલિશન મામલે હવે ઓડિયો ક્લિપ વાયરલ થતાં ગરમાવો
ADVERTISEMENT
પ્રાથમિક અહેવાલો અને પુરાવાઓ અનુસાર, જે તે સમયે ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં જ આ આખું ડિમોલેશન કરાયું હોવાનું પુરવાર થયું છે. આથી, ત્યાં હાજર રહેલા કર્મચારીઓ અને સેન્ટ્રલ ઝોનના અધિકારીઓની સાચી ભૂમિકા તેમજ શંકાસ્પદ ઈરાદાઓ અંગેની કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ કમિટીના રિપોર્ટના આધારે દોષિતો સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.