બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / મોરબીના જેતપરમાં વીજપોલની કામગીરીના વિરોધમાં વીજ કંપની સામે ખેડૂતોનું પ્રદર્શન,પોલીસે કર્યો લાઠીચાર્જ
Last Updated: 10:41 PM, 9 June 2026
મોરબી જિલ્લાના જેતપર વિસ્તારમાં વીજ કંપનીની કામગીરીને લઈને લાંબા સમયથી ચાલી રહેલો વિરોધ હવે વણસ્યો છે, જ્યાં ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેતપર અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ખેતરોમાંથી પસાર થતા હાઈટેન્શન વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે, જેનો સ્થાનિક ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે પ્રાઈવેટ વીજ કંપનીઓ સરકારી નિયમોની ઐસીતૈસી કરીને તદ્દન નિયમ વિરુદ્ધ જઈને કામગીરી કરી રહી છે, જેનાથી ખેડૂતોના ઊભા પાકને અને જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો એકઠા થયા હતા અને વીજ કંપનીની સામે આક્રમક પ્રદર્શન શરૂ કર્યું હતું.
ADVERTISEMENT
પરિસ્થિતિ ત્યારે વધુ તંગ બની જ્યારે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા નિર્દોષ લોકો અને ખેડૂતો પર પોલીસે અચાનક લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ આકરા લાઠીચાર્જને કારણે દોડધામ મચી ગઈ હતી અને કેટલાક ખેડૂતોને નાની-મોટી ઈજાઓ પણ પહોંચી હોવાના અહેવાલ છે.

ADVERTISEMENT
આટલું જ નહીં, આ આંદોલનમાં અગ્રેસર રહેલી સ્થાનિક મહિલાઓની પણ પોલીસે બળપૂર્વક અટકાયત કરી લીધી હતી. આ કાર્યવાહીથી ગ્રામજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. મહિલાઓની ગેરકાયદે અટકાયત કરવાના વિરોધમાં રોષે ભરાયેલા અસંખ્ય ગ્રામજનોએ એકઠા થઈને તાત્કાલિક ધોરણે હાઈવે ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : સુરતના નાસીર નગર ભૂતિયા ડિમોલિશન મામલે તપાસ કમિટીની રચના કરાઈ, 'વિલન' કોણ હવે સામે આવશે
આ સમગ્ર હિંસક ઘર્ષણ અને ચક્કાજામની ઘટના કચ્છ-અમદાવાદ હાઈવે પર આવેલા અણીયારી ટોલનાકા પાસે ઘટી હોવાનું સામે આવ્યું છે. સેંકડો ગ્રામજનો રસ્તા પર ઉતરી આવતા અને હાઈવે બ્લોક કરી દેતા કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેમાં મુસાફરો અને વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. ખેડૂતોની માંગ છે કે જ્યાં સુધી વીજ કંપની નિયમ વિરુદ્ધની કામગીરી બંધ નહીં કરે અને અટકાયત કરાયેલા લોકોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો આ વિરોધ ચાલુ રહેશે. હાલ ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મામલો થાળે પાડવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.