બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / સ્પોર્ટસ / ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાનીના કારણે પાકિસ્તાનને થઈ શકે છે નુકસાન! એ 3 કારણ જેને વધારી PSLની ચિંતા

સ્પોર્ટ્સ / ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાનીના કારણે પાકિસ્તાનને થઈ શકે છે નુકસાન! એ 3 કારણ જેને વધારી PSLની ચિંતા

Last Updated: 03:58 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેમ્પિયન્સ ટ્રોફીના કારણે પાકિસ્તાનને તેની PSL મજબૂરીમાં પાછળ ધકેલવી પડશે. તેના કારણે IPL અને PSL એક સાથે રમાશે. જેનું ભારે નુકશાન PSLને ભોગવવું પડશે.

આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે. આમ તો આ વાત પાકિસ્તાન માટે મહત્ત્વની કહેવાય કેમ કે લાંબા સમય બાદ પાકિસ્તાનમાં કોઈ મોટી ટુર્નામેન્ટ રમવા જઈ રહી છે. પરંતુ આ ચેમ્પિયન્સ ટ્રોફીના કારણે પાકિસ્તાનને એક લોસ પણ થવા જઈ રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીના કારણે તેમને પોતાની PSL એટલે કે પાકિસ્તાન સુપર લીગની તારીખો પાછળ ઠેલવી પડશે તેના કારણે PSLને નુકશાન થવાની સંભાવના છે.

આવતા વર્ષે IPL અને PSLની ટક્કર જોવા મળી શકે છે. કેમ કે પાકિસ્તાનમાં ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે. જેના કારણે પાકિસ્તાન તેની PSL મજબૂરીમાં પાછળ ધકેલવા જઈ રહ્યુ છે. PSL એપ્રિલ-મે મહિનામાં યોજાય તેવી સંભાવના છે જેથી તે IPLની સાથે રમાશે.

IPL અને PSL એક સાથે યોજાવાની હોવાથી વિદેશી ખેલાડીઓને મુશ્કેલી થઈ શકે છે, ખાસ કરીને તે પ્લેયરને જે બંને ટુર્નામેન્ટમાં રમે છે. ઉલ્લેખનીય છે કે, PSLમાં એન્ડ્રુ રસલ, રશીદ ખાન, સુનિલ નારાયણ, સિકંદર રજા, લ્યુક વુડ, શેમાર જોસેફ, ડેવિડ વિલી, રોવમેન પોવેલ, શેન રધરફોર્ડ, શાઈ હોપ જેવા પ્લેયર્સ જોવા મળ્યા હતા. આ પ્લેયર્સ માટે ચેલેન્જ ઊભી થઈ શકે છે કે તેઓ PSLમાં રમે કે IPLમાં? પરંતુ જાણકારોનો મત છે કે, આ પ્લેયર્સ PSL કરતા IPL જ રમવાનું પસંદ કરશે.

જો આ પ્લેયર્સ PSLની જગ્યાએ IPL રમશે તો તેની અસર PSLની વ્યૂઅરશિપ પર પણ પડશે. આ સિવાય PSL કરતા આઈપીએલની ગ્લોબલ ડિમાન્ડ વધુ છે. IPL દરેક ક્રિકેટ લિવિંગ નેશનમાં જોવામાં આવે છે. IPL અને PSLની મેચો શરૂ થવાનો સમય પણ એક સમાન છે. બંને લીગની મેચો સાંજે સાડા સાત વાગે શરૂ થાય છે. જેથી PSLની વ્યૂઅરશિપ ઘટે તેવી પૂરેપૂરી શક્યતા છે.

વધુ વાંચો: T20 વર્લ્ડકપ પર આતંકી હુમલાનું જોખમ! પાકિસ્તાનથી ધમકી અપાઇ હોવાનો ઘટસ્ફોટ, સુરક્ષામાં વધારો

ઉલ્લેખનીય છે કે વર્લ્ડમાં IPL સૌથી પોપ્યુલર અને મોંઘી ક્રિકેટ લીગ છે. જેથી તેની તારીખો સાથે બીજા દેશોના બોર્ડ ક્લેશ નથી કરતા. બીજા દેશોના બોર્ડો આઈપીએલની ટુર્નામેન્ટ રમવા પણ તેના પ્લેયર્સને મોકલે છે. જેમ કે હમણાં ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ છતાં વિલિયમસન, રચીન, બોલ્ટ જેવા પ્લેયર્સ અહીં ઇન્ડિયામાં હતા. આમ ચેમ્પિયન્સ ટ્રોફીના કારણે PSL પાછળ ઠેલાવાથી પાકિસ્તાન સુપર લીગને ભારે નુકશાન થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ