બ્રેકિંગ ન્યુઝ
VTV / walking barefoot on the grass in morning provides many health benefits
પ્રકૃતિ આપણને એ બધુ જ આપે છે જે આપણે ઈચ્છીએ. તેની અંદર તમામ પ્રકારની સુખ અને સુવિધાઓ ઉપલબ્ધ છે. એવી જ રીતે સ્વસ્થ્ય જીવન માટે પણ પ્રકૃતિનો સાથ ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે સમયની કમી છે તો બસ થોડા સમય ખુલ્લા પગ ઘાંસ વાળા પાર્કમાં ચાલો. ઘાસ પર ચાલવાથી તમને અનેક ફાયદા મળશે. આ વાતનો ખાલો એક રિસર્ચમાં પણ થયો છે.
ADVERTISEMENT

એક સ્ટડી અનુસાર આજે લોકો સૌથી ખરાબ સમયમાં રહી રહ્યા છે. કારણ કે પર્યાવરણ સાથે તેમનું કનેક્શન વધારે નથી. સ્ટડીમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે ધરતીના ઈલેક્ટ્રોનથી જો વ્યક્તિ જોડાઈ જશે તો તેમના જીવનમાં ઘણા પ્રકારના મનોવૈજ્ઞાનિક ફેરફાર આવે છે.
ADVERTISEMENT
ઘાંસ પર ખુલ્લા પગે ચાલવાના ફાયદા
સ્ટ્રેસમાંથી મળે છે આરામ
સવારે સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી મગર શાંત રહે છે. સવારે ફ્રેશ હવા, સુરજની રોશની, ગ્રીનરી મગજને ફ્રેશ કરી દે છે. આ પ્રકારે રોજ ઘાસ પર ચાલવાથી તમે ખૂબ જ રિલેક્સ અને ડિપ્રેશનથી દૂર રહો છો માટે રોજ ખુલ્લા પગે ઘાસ પર જરૂર ચાલવું જોઈએ.

ADVERTISEMENT
ઊંઘમાં ખલેલ નહીં આવે
આજના સમયમાં દરેક બીજો વ્યક્તિ ખરાબ ઊંઘના કારણે પરેશાન છે. એવામાં તમે પણ સુકૂનની ઊંઘ લેવા માંગો છો તો આજથી જ લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાનું શરૂ કરી દો. દરરોજ કમસે કમ અડધો કલાક ઘાસ પર જરૂર ચાલો.
દિવસ રહેશે ફ્રેશ
દરરોજ ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી હાર્ટને ખૂબ જ ફાયદો મળે છે. ઘાસ પર ચાલવાથી હાર્ટ બીટ અને બ્લડ પ્રેશર સંતુલિત રહે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: વજન ઘટાડવા ડાયટિંગ કરતા હોય તો ધ્યાન રાખજો, હેલ્ધી દેખાતા આ ફૂડથી પણ વજન વધી શકે
આંખો માટે છે બેસ્ટ
ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી આંખો પણ સ્વસ્થ્ય રહે છે. કહેવાય છે કે ઘાસ પર ચાલવાથી આંખોની રોશની પણ વધે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.