બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / ભારત / મેટ્રોમાં યુવક-યુવતીના ઝઘડાનો વીડિયો વાયરલ, યુઝર્સે કહ્યું ઓહ.. આ તો ભાઇ-બહેનની જેમ ઝઘડી રહ્યા છે

વીડિયો / મેટ્રોમાં યુવક-યુવતીના ઝઘડાનો વીડિયો વાયરલ, યુઝર્સે કહ્યું ઓહ.. આ તો ભાઇ-બહેનની જેમ ઝઘડી રહ્યા છે

Last Updated: 05:01 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેટ્રોમાં ઉભેલા યુવકને કોઇ વાતને લઇને મુસાફર યુવતી સાથે બોલાચાલી થાય છે. યુવતી ગુસ્સામાં છે, છોકરાની ઝાટકણી કાઢતા કાઢતા તેને મારે છે

છેલ્લા ઘણા સમયથી ડીએમઆરસીની સતત ચેતવણીઓ છતાં પણ દિલ્હી મેટ્રોમાં ડાન્સ, ગાન, લડાઈ અને હંગામો બંધ થઈ રહ્યો નથી. હાલમાં જ આવા ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં કોઈ મેટ્રોમાં અશ્લીલ હરકતો કરતું જોવા મળે છે તો કોઈ રીલ બનાવવા માટે નકામી ગતિવિધિઓ કરતું જોવા મળે છે. પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તે વિચિત્ર છે.

છોકરી કહે છે જો હું મમ્મીને બધુ કહુ છું..

આમાં મેટ્રોમાં ઉભેલા યુવકને કોઇ વાતને લઇને મુસાફર યુવતી સાથે બોલાચાલી થાય છે. યુવતી ગુસ્સામાં છે, છોકરાની ઝાટકણી કાઢતા કાઢતા તેને મારે છે. છોકરો કહે છે- હાથ ના ઉપાડ. પછી તે આગળ ચાલી જાય છે ત્યારે છોકરો કહે છે - નીકળી જા અહીંથી.. આથી છોકરી પાછી આવી અને તેને ફરીથી થપ્પડ મારે છે...જવાબમાં છોકરો પણ તેને થપ્પડ મારે છે. પરંતુ આ થપ્પડ ખુબજ રમુજી છે.. કારણ કે છોકરો શરીરથી મજબુત બાંધાનો હોવા છતા થપ્પડ મારતી વખતે પણ ખુબજ હળવેથી થપ્પડ મારે છે...તેની આ થપ્પડમાં પણ ખચકાટ દેખાય છે, ત્યારે છોકરી કહે છે જો હું મમ્મીને કહીશ, તારા જેવો છોકરો કોઈને ન મળવો જોઈએ - મારી જીંદગીમાં બીજી વાર તું મને ન મળતો.,

મેટ્રોમાં બેઠેલા કોઈએ આ વીડિયો બનાવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે અને ઘણા લોકો કહી રહ્યા છે કે તેઓ ભાઈ-બહેનની જેમ લડી રહ્યા છે. બીજું કોઈ કહે છે કે હવે લિંગ સમાનતાની વાત કેમ નથી થતી કે છોકરી છોકરા પર હાથ ઉપાડે છે. જો કે આ વીડિયો ક્યારનો છે તે કહી શકાય તેમ નથી, પરંતુ આ દિવસોથી વાયરલ થઈ રહ્યો છે.

આ પહેલા પણ દિલ્હી મેટ્રોમાં ઝઘડાના ઘણા વીડિયો સામે આવ્યા છે. સામાન્ય રીતે આ ઝઘડા સીટોને લઈને થાય છે. આ ઉપરાંત મેટ્રો રીલ બનાવવાની પણ ચર્ચા છે. લોકો મેટ્રોની અંદર ડાન્સ કરે છે અને રીલ બનાવે છે. જેના કારણે અન્ય મુસાફરોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ