બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / સ્પોર્ટસ / Cricket / બચી ગયા, નહીંતર કેચ લેવાના ચક્કરમાં ન થવાનું થઇ જાત! જુઓ ધડામ દઇને કેવી રીતે ટકરાયા MIના બે ખેલાડી

Video / બચી ગયા, નહીંતર કેચ લેવાના ચક્કરમાં ન થવાનું થઇ જાત! જુઓ ધડામ દઇને કેવી રીતે ટકરાયા MIના બે ખેલાડી

Last Updated: 03:15 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MIનો બોલર નુવાન તુશારા બોલિંગ કરવા આવ્યો ત્યારે ફિલ સોલ્ટે મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ ઊંચો હવામાં ગયો, એ સમયે તિલક વર્મા અને નમન ધીર બંને આ કેચ પકડવાનો પ્રયાસ કરતા એકબીજા સાથે અથડાયા હતા.

શુક્રવારે રમાયેલી IPL મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 24 રને હરાવ્યું. મેચ દરમિયાન કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે મોટી દુર્ઘટના ટળી હતી. મુંબઈ ઈન્ડિયન્સના બે ખેલાડીઓ વચ્ચેના મેદાન પર એકબીજા સાથે ટકરાયા હતા.

આ ઘટના કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ઈનિંગની પ્રથમ ઓવર દરમિયાન બની હતી. આ ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો ફાસ્ટ બોલર નુવાન તુશારા બોલિંગ કરવા આવ્યો હતો. નુવાન તુશારાની આ ઓવરના ચોથા બોલ પર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના ઓપનિંગ બેટ્સમેન ફિલ સોલ્ટે મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ હવામાં ઊંચો ગયો. આ પછી તિલક વર્મા અને નમન ધીર બંને ફિલ સોલ્ટના આ શોટનો કેચ પકડવાનો પ્રયાસ કરતા એકબીજા સાથે અથડાયા હતા. આ દરમિયાન બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ શક્યા હોત, પરંતુ એવું ન થયું.

કેચને લઈને તિલક વર્મા અને નમન ધીર વચ્ચે મૂંઝવણ ઊભી થઈ અને બંને ખેલાડીઓ એકબીજા સાથે અથડાઈ ગયા. તિલક વર્માની નજર કેચ પર હતી અને વિડીયો જોઈને લાગી રહ્યું હતું કે નમન ધીરની આ ભૂલને કારણે તિલક વર્માને ઈજા થઈ શકી હોત.

વિડિયોમાં જોઈ શકાય છે કે તિલક વર્મા નીચે પડ્યો પડવા છતાં કાબૂ ગુમાવ્યો ન હતો અને કેચ પકડ્યો હતો. ફિલ સોલ્ટ 5 રન બનાવીને આઉટ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મેચ વિશે વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમ 19.5 ઓવરમાં 169 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન KKRના બેટ્સમેન વેંકટેશ અય્યરે 52 બોલમાં 70 રનની ઇનિંગ રમી હતી. જ્યારે મનીષ પાંડે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો હતો અને તેણે પોતાની ટીમ માટે 31 બોલમાં 42 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.

વધુ વાંચો: KKR vs MI: તો આ છે મુંબઇ ઇન્ડિયન્સની હાર પાછળનું અસલી કારણ, કેપ્ટન હાર્દિક પંડ્યાએ કર્યો ખુલાસો

મેચની બીજી ઈનિંગ દરમિયાન KKRએ મુંબઈ ઈન્ડિયન્સને કોઈ મોટો ટાર્ગેટ આપ્યો ન હતો. વાનખેડે જેવા સ્ટેડિયમમાં 170 રનના લક્ષ્યનો બચાવ કરવો એ સૌથી મુશ્કેલ કામ છે, પરંતુ KKRના બોલરોએ હાર ન માની અને 18.5 ઓવરમાં 145ના સ્કોર પર મુંબઈ ઈન્ડિયન્સને ઓલઆઉટ કરીને મેચ જીતી લીધી. આ દરમિયાન સ્ટાર્કે 3.5 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્પિન બોલર વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે બે-બે વિકેટ લીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ