'સિમ્બા'- 'ગલી બૉય'ની સક્સેસ પછી રણવીરના બદલાયા 'તેવર', કરી નાખ્યુ આવું કામ

By : juhiparikh 12:20 PM, 22 February 2019 | Updated : 12:21 PM, 22 February 2019
બોલિવૂડનો સ્ટાર રણવીર સિંહ પોતાની છેલ્લી કેટલીક હિટ ફિલ્મોથી નવા રેકોર્ડ્સ બનાવી રહ્યો છે, તેની ફિલ્મો ન તો માત્ર ઓડિયન્સને પસંદ આવી રહી છે સાથે જ ક્રિટિક્સે પણ તેના કામના વખાણ કર્યા છે. 'બાજીરાવ મસ્તાની', 'પદ્માવત' અને 'સિમ્બા' જેવી ફિલ્મોની મદદથી રણવીરે ઓડિયન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી. પાછલા વર્ષની શરૂઆતમાં જ એમની ફિલ્મ 'પદ્માવત' એ જબરજસ્ત કમાણી કરી. વર્ષના અંતમાં 'સિમ્બા'ને મોટી સફળતા મળી. આ વર્ષે એમની ફિલ્મ 'ગલીબોય' એ હાલ સુધીમાં 95.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભળવા મળ્યું છે કે, રણવીર હવે પોતાની આગામી ફિલ્મોમાં પ્રોફિટ શેરિંગ માગશે. આ કોઈ આશ્ચર્યની વાત નથી કે તેની સુપરસ્ટાર ઇમેજને ધ્યાનમાં રાખીને તે ફિલ્મોનું પ્લાનિંગ કરશે. સૂત્રો અનુસાર, રણવીરને કબીર ખાનની '83' અને કરણ જોહરની 'તખ્ત' બંને માટે પ્રોફિટ શેરિંગ મળશે. 

'તખ્ત' અને '83'થી રણવીર કમાશે પ્રોફિટ:

રણવીરના આ નિર્ણયથી પ્રોડ્યુસર પણ સહમત છે અને રણવીરને ફિલ્મના પ્રોફિટનો મોટો ભાગ આપવા માટે તૈયાર છે. હાલમાં રણવીર કરણ જોહરની 'તખ્ત' અને કબીર ખાનની ફિલ્મ '83' સાઇન કરી ચૂક્યો છે, પરંતુ હવે કહેવામાં આવી રહ્યુ છે કે, ''રણવીરને આ બંને ફિલ્મોમાં પ્રોફિટ આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.''

ફિલ્મની સક્સેસ પછી રણવીર લેશે પોતાનો ભાગ:

રણવીરની ટીમે કહ્યુ કે, ''આ એક સારો નિર્ણય છે. રણવીર એક સારો એક્ટર છે અને તે આ જ રીતે કામ કરવા ઇચ્છે છે. રણવીર ઇચ્છે છે કે, તે સારુ કામ કરે, જેનાથી પ્રોડ્યુસર્સને વધારેથી વધારે ફાયદો થઇ શકે અને તે પછી પ્રોફિટ  શેરિંગ કરી શકે.''

આ મોટા સ્ટાર્સ લે છે આટલી ફી અને પ્રોફિટ શેરિંગ :

સલમાન ખાન દરેક ફિલ્મ માટે 60 કરોડ ચાર્જ કરે છે. આ સિવાય તે ફિલ્મનો 33-40 % પ્રોફિટ પણ શેર કરે છે. આમિર ખાન આમ તો પોતાની ફિલ્મો માટે 33-40 % પ્રોફિટ શેરિંગ લે છે, પરંતુ પાછલી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' માટે તેણે આ કોન્ટ્રાકટ સાઈન કર્યો ન હતો. શાહરુખ ખાન પોતાની દરેક ફિલ્મ માટે 40 કરોડ લે છે અને ફિલ્મો પ્રોડ્યૂસ પણ કરે છે. અક્ષય કુમાર 80 % સુધીનું પ્રોફિટ શેરિંગ કરે છે. ઋતિક રોશન પોતાની ફિલ્મ માટે 40 કરોડ લે છે અને સાથે પ્રોફિટ શેરિંગ પણ કરે છે. પ્રિયંકા ચોપડા પણ 'સ્કાઈ ઇઝ પિન્ક' માટે પ્રોફિટ શેરિંગ કરશે અને કોઈ જ ફી નહીં લે.Recent Story

Popular Story