બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / What is Masked Aadhaar? Know its benefits and easy download process

કામની વાત / Masked Aadhaar શું છે? જાણો તેના ફાયદા અને ડાઉનલોડ કરવાની સરળ પ્રોસેસ

Ajit Jadeja

Last Updated: 06:00 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માસ્ક્ડ આધાર ની સુવિધા હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરતા નથી અને તેનું સૌથી મોટું કારણ એ છે કે લોકોને ખબર નથી કે માસ્ક્ડ આધારનો ફાયદો શું છે?

ઘણી વખત એવી જરૂરિયાતનો સામનો કરવો પડે છે કે આપણે આધાર કાર્ડની નકલ અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરવાની ફરજ પડે છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો સામાન્ય આધાર કાર્ડને શેર કરવાની ભૂલ કરે છે, પરંતુ આવું કરવું યોગ્ય નથી. સામાન્યને બદલે તમે લોકોએ માસ્ક કરેલ આધાર શેર કરવો જોઈએ. ચાલો જાણીએ કે માસ્ક્ડ આધાર શું છે અને તમે તેને કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો?

ID પ્રૂફ તરીકે દરેક જગ્યાએ ચાલે છે

આધાર કાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે દરેક જગ્યાએ ઉપયોગી છે, પછી ભલે તે બેંક ખાતું ખોલાવવાનું હોય કે હોટલમાં ચેક-ઇન કરવાનું હોય. આધાર તમને ID પ્રૂફ તરીકે દરેક જગ્યાએ મદદ કરે છે. સમય સમય પર UIDAI લોકોને આધાર સંબંધિત છેતરપિંડીથી બચવા માટે સલાહ આપતું રહે છે, એટલું જ નહીં છેતરપિંડી જેવી ઘટનાઓથી બચવા માટે UIDAIએ માસ્ક્ડ આધારની સુવિધા પણ શરૂ કરી હતી.

માસ્ક્ડ આધારના ફાયદા

માસ્ક્ડ આધાર ની સુવિધા હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરતા નથી અને તેનું સૌથી મોટું કારણ એ છે કે લોકોને ખબર નથી કે માસ્ક્ડ આધારનો ફાયદો શું છે? માહિતીના અભાવને કારણે ઘણા લોકો સામાન્ય અને માસ્ક્ડ આધાર વચ્ચેનો તફાવત જાણતા નથી. જો તમે પણ માસ્ક્ડ આધાર કાર્ડના ફાયદાઓ વિશે જાણવા માગો છો અને વધુ જાણકારી જાણવા ઇચ્છો છો કે માસ્ક્ડ આધાર સામાન્ય આધારથી કેવી રીતે અલગ છે? 

માસ્ક્ડ આધાર શું છે ?

UIDAIએ માસ્ક્ડ આધાર લોન્ચ કર્યો હતો કારણ કે તે સૌથી સુરક્ષિત છે. આ આધારમાં પણ અલબત્ત, 12 અંકનો આધાર નંબર લખાયેલો છે, પરંતુ માસ્ક કરેલા આધારમાં પ્રથમ 8 અંક છુપાયેલા છે અને ફક્ત છેલ્લા ચાર અંકો જ દેખાય છે. આ જ કારણ છે કે તેને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. બીજી તરફ સામાન્ય આધાર કાર્ડમાં તમને 12 અંકનો સંપૂર્ણ આધાર નંબર દેખાય છે.

માસ્ક્ડ આધાર ડાઉનલોડ ક્યાંથી કરવું?

માસ્ક્ડ આધાર ડાઉનલોડ કરવા માટે તમારે પહેલા UIDAIની સત્તાવાર સાઇટ www.uidai.gov.in પર જવું પડશે. આ પછી તમારે લોકોએ My Aadhaar Sectionમાં જવું પડશે.

માય આધાર પર ગયા પછી તમારે Get Aadhaar વિભાગમાં દેખાતા Download Aadhaar પર ક્લિક કરવું પડશે. ડાઉનલોડ આધાર પર ક્લિક કરતાની સાથે જ તમને આધાર નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે.

માસ્ક્ડ આધાર કેવી રીતે ડાઉનલોડ કરવું

આધાર નંબર દાખલ કર્યા પછી કેપ્ચા દાખલ કરો અને OTP સાથે લોગ ઇન પર ક્લિક કરો. તમને તમારા આધાર કાર્ડ સાથે રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર પર OTP પ્રાપ્ત થશે. OTP દાખલ કરીને લોગ ઇન કરો.

આ રીતે ડાઉનલોડ કરો

તમે OTP દાખલ કરીને લોગ ઇન કરશો, તમને ડાઉનલોડ આધાર વિકલ્પ મળશે, આ વિકલ્પ પર ટેપ કરો. આગળના પેજ પર તમે જોશો કે શું તમે માસ્ક્ડ આધાર લખવા માંગો છો. આ વિકલ્પની બાજુમાં ટિક કરો અને નીચે દર્શાવેલ માસ્ક્ડ આધાર પર ક્લિક કરો. તમારું માસ્ક કરેલ આધાર ડાઉનલોડ થશે.

માસ્ક્ડ આધારનો ઉપયોગ ક્યાં કરવો

જ્યારે પણ તમે બીજા શહેરની હોટલમાં જાઓ અને ચેક-ઈન કરો ત્યારે તમારે પહેલા આઈડી પ્રૂફ સબમિટ કરવું પડશે. મોટાભાગના લોકો ઝડપથી તેમના ખિસ્સામાંથી આધાર કાર્ડ કાઢીને ID પ્રૂફ માટે આપી દે છે. આવી સ્થિતિમાં, તમે આવા સ્થળોએ માસ્ક કરેલા આધારનો ઉપયોગ કરી શકો છો, કારણ કે તમારા આધાર કાર્ડની માહિતી જેવી કે આધાર નંબર અન્ય વ્યક્તિ સુધી પહોંચવાનું જોખમ રહેશે નહીં.

વધુ વાંચો: ઈન્કમ ટેક્સ બચાવવા માટે બેસ્ટ ઓપ્શન કયો? ફિક્સ્ડ ડિપોઝિટ કે પછી PPF શેમાં રોકાણ કરવું

માસ્ક્ડ આધાર લાભ

હોટલ જેવી જગ્યાએ સામાન્ય આધારને બદલે માસ્ક્ડ આધારનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારો સંપૂર્ણ આધાર નંબર કોઈ અજાણી વ્યક્તિ પાસે નથી જતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ