બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / What best option save income tax? Investing in PPF after fixed deposit

બચત / ઈન્કમ ટેક્સ બચાવવા માટે બેસ્ટ ઓપ્શન કયો? ફિક્સ્ડ ડિપોઝિટ કે પછી PPF શેમાં રોકાણ કરવું

Published By: Ajit Jadeja

Last Updated: 08:29 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FD પર સરકાર તરફથી કોઈ ગેરંટી નથી અપાતી. પરંતુ સરકાર દ્વારા પીપીએફ પર ગેરંટી આપવામાં આવે છે.

PPF અને ટેક્સ સેવિંગ FD બંને આવકવેરો બચાવવા માટે સારા વિકલ્પો છે. આમાં તમને ટેક્સ બેનિફિટની સાથે રોકાણ પર સારું વળતર મળે છે. PPF પર ઉપલબ્ધ વ્યાજ દરની દર ત્રણ મહિને નાણાં મંત્રાલય દ્વારા સમીક્ષા કરવામાં આવે છે. આમાં સમયાંતરે ફેરફારો થતા રહે છે. પરંતુ FD પર વ્યાજ પહેલાથી જ નિશ્ચિત દરે નક્કી કરવામાં આવે છે. એફડીના કેટલાક નુકશાન પણ છે પરંતુ પીપીએફ આવકવેરામાં રાહત આપે છે. FD પર મળતું વ્યાજ વ્યક્તિના ટેક્સ સ્લેબ મુજબ ટેક્સને પાત્ર છે. પરંતુ FD રિટર્ન હંમેશા  મોઘવારીને માત નથી આપી શકતા. એટલે કે તમે કરેલી બચતનું વાસ્તવિક મૂલ્ય સમય જતાં ઘટવાનું જોખમ છે. FD પર સરકાર તરફથી કોઈ ગેરંટી નથી અપાતી. પરંતુ સરકાર દ્વારા પીપીએફ પર ગેરંટી આપવામાં આવે છે.

લાંબા ગાળાની બચત

ઘણા કરદાતાઓ તેમની સેવાકિય પ્રવૃત્તિ અને યોજનાઓને ધ્યાનમાં રાખીને નિશ્ચિત આવક, કર બચત રોકાણ માટે PPF પસંદ કરે છે. ટેક્સ નિષ્ણાતો કહે છે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એવા લોકો માટે શ્રેષ્ઠ છે કે જેઓ ટેક્સ બચત અને સલામત રોકાણ વિકલ્પોની સાથે લાંબા ગાળાની બચત કરવા માગે છે. જ્યારે FD વધુ સુગમતા આપે છે. રોકાણકારો માટે આ સારો વિકલ્પ છે. એકંદરે પીપીએફમાં રોકાણ લાંબા ગાળા માટે કરવું પડશે અને એફડીમાં આવું નથી.

કલમ 80C હેઠળ કર કપાત માટે પાત્ર

PPF માં રોકાણ કરવા પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર કપાત માટે પાત્ર છે. તેનો અર્થ એ કે તેમાં રોકાણ કરવાથી તમારી ટેક્સ આપવા સમયે આ રોકાણ કપાત થાય છે. પરંતુ પીપીએફની પાકતી મુદત પરનું વ્યાજ અને તમને મળતી રકમ કરમુક્ત છે. ટેક્સ સેવિંગના દૃષ્ટિકોણથી પગારદાર વર્ગ માટે આ એક સારી સ્કીમ છે.જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે PPF પર વર્તમાન વ્યાજ દર 7.1 ટકા છે. પરંતુ SBI ટેક્સ સેવિંગ FD પર 6.50 ટકા વ્યાજ આપી રહી છે.

જો તમે લાંબા ગાળા માટે ઓછા વ્યાજ દરે FDમાં રોકાણ કરો છો, તો વ્યાજ દર વધે તો તમને નુકસાન થશે. આ કારણોસર PPF પાંચ વર્ષની ટેક્સ સેવિંગ FD કરતાં વધુ સારું વળતર આપે છે. રોકાણના સમગ્ર સમયગાળા દરમિયાન FD વ્યાજ દરો સ્થિર રહે છે. પીપીએફનો વ્યાજ દર ફ્લોટિંગ છે જે દર ત્રિમાસિકમાં બદલાઈ શકે છે.

વધુ વાંચો: આ કંપનીના IPOનું શેરબજારમાં થયું બમ્પર લિસ્ટિંગ, એક જ દિવસમાં રોકાણકારોના રૂપિયા ડબલ

પીપીએફમાં કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે. આ એકાઉન્ટ 15 વર્ષમાં પરિપક્વ થાય છે. પાકતી મુદત પછી તમે નાણાં ઉપાડીને ખાતું બંધ કરી શકો છો અથવા રોકાણ ચાલુ રાખવા માટે તેને પાંચ વર્ષ સુધી લંબાવી શકો છો.

જરૂરી હોય તો તમે PPFમાંથી આંશિક ઉપાડ કરી શકો છો. રોકાણના સાતમા વર્ષમાં તમે મેડિકલ ઈમરજન્સી અથવા બાળકોના શિક્ષણ અથવા લગ્ન જેવી જરૂરિયાતો માટે પૈસા ઉપાડી શકો છો. ટૂંકા રોકાણ સમયગાળા માટે FD સારો વિકલ્પ છે. પરંતુ પીપીએફ લાંબા ગાળા માટે શ્રેષ્ઠ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bank FD Income Tax PPF ઈન્કમ ટેક્સ પીપીએફ ફિક્સ્ડ ડિપોઝિટ Bank FD Scheme

Published by

Ajit Jadeja
Ajit Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ