ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Share Market greenhitech ventures share listed with 90 percent gain ipo

સ્ટોક માર્કેટ / આ કંપનીના IPOનું શેરબજારમાં થયું બમ્પર લિસ્ટિંગ, એક જ દિવસમાં રોકાણકારોના રૂપિયા ડબલ

Published By: Arohi

Last Updated: 04:18 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Greenhitech Ventures: ગ્રીનહાઈટેક વેન્ચર્સના શેરે પહેલા જ દિવસે રોકાણકારના પૈસા ડબલ કરી લીધા છે. IPOમાં કંપનીના શેરોના ભાવ 50 રૂપિયા હતા. કંપનીના શેર 95 રૂપિયા પર લિસ્ટ થયા છે અને લિસ્ટિંગના બાદ 5%ના અપર સર્કિટની સાથે 99.75 રૂપિયા પર પહોંચી ગયા છે.

ADVERTISEMENT

એક નાની કંપની ગ્રીનહાઈટેક વેંચર્સની શેર બજારમાં ધમાકેદાર શરૂઆત થઈ છે. ગ્રીનહાઈટેક વેંચર્સના શેર 90 ટકાના ફાયદાની સાથે 95 રૂપિયા પર બજારમાં લિસ્ટ થયા છે. IPOમાં ગ્રીનહાઈટેક વેંચર્સના શેર લોકોને 50 રૂપિયામાં મળ્યા છે. 

કંપનીનો IPO 12 એપ્રિલ 2024એ સબ્સક્રિપ્શન માટે ખુલ્યો હતો અને આ 16 એપ્રિલ સુધી ઓપન રહ્યો. ગ્રીનહાઈટેક વેંચર્સના પબ્લિક ઈશ્યૂની ટોટલ સાઈઝ 6.30 કરોડ રૂપિયાની હતી. 

લિસ્ટિંગ બાદ વાગી અપર સર્કિટ
શાનદાર લિસ્ટિંગ બાદ ગ્રીનહાઈટેક વેંચર્સના શેર 5 ટકાની અપર સર્કિટની સાથે 99.75 રૂપિયા પર પહોંચી ગઈ છે. એટલે 50 રૂપિયાના ઈશ્યૂ પ્રાઈઝના મુકાબલે કંપનીએ શેરોમાં પહેલા દિવસે 99.50 ટકાનો ફાયદો રોકાણકારોને થયો છે. ગ્રીનહાઈટેક વેંચર્સના શેરોએ લિસ્ટિંગ વાળા દિવસે જ લોકોના પૈસા ડબલ કરી દીધા છે. 

વધુ વાંચો: IPO ભરતા લોકો રૂપિયા તૈયાર રાખજો, આ સપ્તાહે 4 કંપનીના આઈપીઓમાં કમાણીનો મોકો

કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જના એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થયો છે. IPO પહેલા કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 100 ટકા હતા. જે હવે 73.19 ટકા રહી ગઈ છે. ગ્રીનહાઈટેક વેન્ચર્સની શરૂઆત નવેમ્બર 2011માં થઈ હતી. ગ્રીનહાઈટેક વેંચર્સની મેન ઓફિસ વારાયણીના ભેલુપુરામાં જવાહર નજર કોલોનીમાં છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Greenhitech Ventures IPO share market શેરમાર્કેટ Share Market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ