બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

logo

અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ

તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ

Last Updated: 10:23 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરરોજ ખાલી પેટે તુલસીના પાન ચાવવાના ફાયદા, તુલસીના પાન હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક

હિંદુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. દેશમાં મોટાભાગના પરિવારો ઘરના આંગણામાં તુલસીના છોડને રોપવો શુભ માને છે. પૂજાપાઠ સિવાય તુલસીનો છોડ પણ લોકો માટે શુભ રહે છે. તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર છે. આયુર્વેદ અનુસાર સવારે નિયમિતપણે તુલસીના થોડાક પાન ચાવવાથી સ્વાસ્થ્યને લાભ મળી શકે છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં વિટામિન એ, વિટામિન ડી, આયર્ન અને ફાઇબર સહિત ઘણા પોષક તત્વો હોય છે. દરરોજ ખાલી પેટે તુલસીના પાન ચાવવાના ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે.

green-herbs-leaf-2023-11-27-05-16-42-utc

હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર તુલસીના પાન હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીના છોડના તમામ ભાગો એડેપ્ટોજેન તરીકે કામ કરે છે. એડેપ્ટોજેન એક કુદરતી પદાર્થ છે જે તમારા શરીરને તણાવને અનુકૂલન કરવામાં મદદ કરે છે અને માનસિક સંતુલનને જાળવે છે. વૈજ્ઞાનિક સંશોધનોમાં સામે આવ્યુ છે કે તુલસીમાં ઔષધીય ગુણો છે જે તમારા મગજને ઘણા પ્રકારના તણાવનો સામનો કરવામાં મદદ કરે છે. તુલસીના પાનનું સેવન કરવાથી મૂડ સુધરે છે અને નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો થાય છે.

તુલસીના પાનનું સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ઘણા સંશોધનોથી જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં ઘણા સંયોજનો હોય છે જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. જો તમને ડાયાબિટીસ ન હોય તો પણ તમારે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. આનાથી તમે ક્યારેય બીપી અને શુગરના દર્દી નહીં બનો. રોજ ખાલી પેટે 5-10 તુલસીના પાન ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટની સમસ્યામાં રાહત મળે છે. તુલસીના પાનમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે જે શરદી, ઉધરસ અને તાવથી બચાવે છે.

વધુ વાંચો : ભૂલથી પણ આ ચાર લોકો સાથે દોસ્તી ન કરવી, જીવન જીવવું મુશ્કેલ બની જશે

નિષ્ણાતોના મતે તુલસીના પાન એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે અને તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જેના કારણે તે તાવથી બચાવે છે. તુલસીના પાન ત્વચાને નીખારવા માટે પણ ઉપયોગી છે. તુલસીના પાન નિયમિત ખાવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને ચહેરા પર ચમક આવે છે. તુલસીના પાન પાચનમાં સુધારો કરે છે અને શરીરને ડિટોક્સ કરે છે, તેથી તુલસીના પાનનું નિયમિત સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ