બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 10:10 AM, 22 April 2024
પ્રાઈમરી માર્કેટમાં આ અઠવાડિયે તમને પૈસા લગાવવા માટે ઘણી તક મળવાની છે. આ અઠવાડિયે એક મેનબોર્ડ અને ત્રણ એસએમઈ IPO લોન્ચ થવા જઈ રહ્યા છે. IPO બજારે નાણાકીય વર્ષ 2025માં ધીમી ગતિથી શરૂઆત કરી છે. પરંતુ એક્સપર્ટ્સ આવનાર IPOને લઈને ખૂબ જ પોઝિટિવ છે.
ADVERTISEMENT
આ અઠવાડિયે જેએનકે ઈન્ડિયાનો મેનબોર્ડ IPO આવી રહ્યો છે. આ IPOથી કંપની લગભગ 649 કરોડ રૂપિયા ભેગા કરશે. તેના ઉપરાંત આ અઠવાડિયે શિવમ કેમિકલ્સ, વરયા ક્રિએશન્સ અને એમફોર્સ ઓટોટેકનું એસએમઈ IPO લોન્ચ થવાનો છે.
ADVERTISEMENT
જેએનકે ઈન્ડિયા IPO
જેએનકે ઈન્ડિયા IPO 23 એપ્રિલ, 2024એ સબ્સક્રિપ્શન માટે ખુલશે અને 25 એપ્રિલ, 2024એ બંધ થશે. આ 649.47 કરોડનો આઈપીઓ છે અને આ 300 કરોડના 0.76 કરોડ શેરને ફ્રેશ ઈશ્યૂ અને 349.47 કરોડના 0.84 કરોડ શેરના ઓફર ફોર સેલની સાથે આવી રહ્યું છે.
આ IPOમાં પ્રાઈસ બેસ્ડ 395થી 415 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ જેનકે ઈન્ડિયા આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ આ આઈપીઓ માટે રજીસ્ટર છે.
વરયા ક્રિએશન IPO
વરયા ક્રિએશનનો IPO 22 એપ્રિલ, 2024એ સબ્સક્રિપ્શન માટે ખુલસે અને 25 એપ્રિલ, 2024એ બંધ થશે. આ એસએમઈ IPO 20.10 કરોડનો એક ફિક્સ્ડ પ્રાઈસ ઈશ્યૂ છે અને આ સંપૂર્ણ રીતે 13.4 લાખ શેરનો ફ્રેશ ઈશ્યૂ છે. એસએમઈ IPOનુ પ્રાઈસ બેન્ડ 150 રૂપિયા પ્રતિ શેર છે.
ઈનવેન્ચર મર્ચન્ટ બેંકર સર્વિસ પ્રાલી વરયા ક્રિએશન આઈપઓના બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે બિગશેર સર્વિસ પ્રા લિ આ નિર્ગમ માટે રજીસ્ટ્રર છે. વરયા ક્રિએશન્સ IPO માટે માર્કેટ મેકર એસવીસીએમ સ્કિયોરિટીઝ છે.
એમફોર્સ ઓટોટેક IPO
એમફોર્સ ઓટોટેક IPO 23 એપ્રિલ, 2024એ સબ્સક્રિપ્શન માટે ખુલસે અને 25 એપ્રિલ, 2024એ બંધ થશે. આ એસએમઈ IPO 53.90 કરોડનો ઈશ્યૂ છે અને આ સંપૂર્ણ રીતે 55 લાખ શેરોને ફ્રેશ ઈશ્યૂ છે. એમફોર્સ ઓટોટેક IPOની પ્રાઈસ બેંડ 93થી 98 ટકા શેર નક્કી કરવામાં આવ્યા છે. બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રા લિ એમફોક્સ ઓટોટેક IPOના બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ આ ઈશ્યૂ માટે રજીસ્ટર છે.
એમફોર્સ ઓટોટેક IPO માટે માર્કેટ મેકર સ્પ્રેડ એક્સ સિક્યોરિટીઝ છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 98 રૂપિયાના ઈશ્યૂ પ્રાઈસની તુલનામાં 60 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરતો જોવા મળ્યો. આ પ્રકારે આ શેર સ્ટોક એક્સચેન્જ પર 61.22 ટકાના પ્રીમિયમ સાથે 158 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.
શિવમ કેમિકલ્સ IPO
શિવમ કેમિકલ્સ IPO 23 એપ્રિલ 2024એ સબ્સક્રિપ્શન માટે ખુલસે અને 25 એપ્રિલ, 2024એ બંધ થશે. આ એસએમઈ IPO 20.18 કરોડનું એક ફિક્સ્ડ પ્રાઈસ ઈશ્યૂ છે અને આ સંપૂર્ણ રીતે 45.87 લાખ શેરોનો ફ્રેશ ઈશ્યૂ છે. શિવમ કેમિકલ્સ IPOની પ્રાઈસ 44 ટકા શેર છે.
વધુ વાંચો: માલામાલ બનવાની તક, માર્કેટમાં એક સાથે આવી રહ્યા 6 કંપનીઓ IPO
આર્યમન ફાઈનાન્શિયલ સર્વિસ લિમિટેડ શિવમ કેમિકલ્સ IPOના બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે કેમો કોર્પોરેટ સર્વિસ લિમિટેડ આ નિર્ગમ માટે રજીસ્ટ્રાર છે. શિવમ કેમિકલ્સ IPO માટે માર્કેટ મેકર શ્રેણી શેયર્સ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.