બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:56 PM, 26 April 2024
ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોઢીનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા ગુરચરણ સિંહ છેલ્લા ચાર દિવસથી લાપતા છે. તેમના પિતાના જણાવ્યા અનુસાર ગુરુચરણ સિંહ સોમવારે ઘરેથી દિલ્હી એરપોર્ટ જવા નીકળ્યા હતા. તે મુંબઈ જવાના હતા, પરંતુ તે ન તો મુંબઈ પહોંચ્યા કે ન તો ઘરે પરત ફર્યા.
ADVERTISEMENT
પિતાએ કહ્યું અભિનેતાની માનસિક સ્થિતિ કેવી હતી?
ગુરુચરણ સિંહના પિતાએ પોલીસ સ્ટેશન જઈને અભિનેતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, 'મારો પુત્ર ગુરચરણ સિંહ, ઉંમર: 50 વર્ષ, 22 એપ્રિલે સવારે 8:30 વાગ્યે મુંબઈ જવા નીકળ્યો હતો. તે ફ્લાઇટ પકડવા એરપોર્ટ ગયો, પરંતુ ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો આવ્યો. તેનો ફોન પણ ઉપલબ્ધ નથી. તે માનસિક રીતે સ્થિર છે અને અમે તેની શોધ કરી હતી, પરંતુ તે ગુમ છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, ગુરુચરણ સિંહ છેલ્લે લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળ્યા હતા. આ શોમાં તે રોશન સિંહ સોઢીનો રોલ કરીને ફેમસ થયા હતા અને તેમની પત્નીનો રોલ જેનિફર મિસ્ત્રી બંસીવાલ દ્વારા કરવામાં આવ્યો હતો. અભિનેતા તેના પિતાની નાદુરસ્ત તબિયતને કારણે શોમાંથી બહાર નીકળી ગયો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.