મળી ગયો વિરાટનો ઉત્તરાધિકારી! આ પ્લેયરે મારી 38 બોલમાં તાબડતોડ શતક

By : krupamehta 12:22 PM, 22 February 2019 | Updated : 12:49 PM, 22 February 2019
મુંબઇના જમણા હાથનો બેટ્સમેન શ્રેયસ અય્યરે ગુરુવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સિક્કિમ વિરુદ્ધ 55 બોલમાં 145 રનોની આક્રમક ઇનિંન્ગ રમી. અય્યરે 38 બોલ પર શતક પૂરી કરી. આ કોઇ ભારતીય બેટ્સમેન દ્વારા ટી20 ક્રિકેટમાં ચોથી સૌથી ફાસ્ટ શતક છે. આ સાથે જ એ ભારત તરફથી ટી 20 ક્રિકેટમાં સર્વોચ્ય સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે. 

મુંબઇમાં રમાયેલી આ મેચમાં મુંબઇએ અય્યરની જોરદાર ઇનિંન્ગના કારણે સિક્કિમ વિરુદ્ધ 4 વિકેટ પર 258 રન બનાવ્યા. આ ભારતમાં ત્રીજો અને કુલ મળીને સાતમો સર્વોચ્ય ટી20 સ્કોર છે. જવાબમાં સિક્કિમની ટીમે નિર્ધારિત 20 ઓવરોમાં સાત વિકેટ પર 104 રન બનાવ્યા. મુંબઇએ આ મેચ 154 રનોથી જીતી. અય્યરે પોતાની ઇનિંન્ગમાં 15 છગ્ગા અને સાત ચોગ્ગા માર્યા. 

ઋષભ પંતે દિલ્હી તરફથી હિમાચલ પ્રદેશ વિરુદ્ધ 32 બોલો પર શતક બનાવી હતી, જે ટી 20 ક્રિકેટમાં બીજી સૌથી ફાસ્ટ શતક છે. ટી20 ક્રિકેટમાં સૌથી ફાસ્ટ શતકનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. જેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા 2013માં પૂના વોરિયપ્લની વિરુદ્ધ 30 બોલમાં શતક મારી હતી. 

અય્યર ઉપરાંતફાસ્ટ ટી20 શતક બનાવનાર બેટ્સમેનમાં રોહિત શર્માએ 35 બોલો પર શ્રીલંકાની વિરુદ્ધ શતક મારી હતી અને યુસુફ પઠાણે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા મુંબઇ ઇન્ડિયન્સની વિરુદ્ધ 37 બોલ પર શતક બનાવી હતી.  

અય્યર તરફથી મારવામાં આવેલા 15 છગ્ગા એક ટી 20 ઇનિંન્ગમાં ભારતીય બેટ્સમેનનો રેકોર્ડ છે. આ પહેલા રેકોર્ડ મુરલી વિજયના નામે હતો. Recent Story

Popular Story