બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / Shaktisingh said that there was an attempt to buy Congress candidates by giving them 15 crores
Last Updated: 03:47 AM, 26 April 2024
લોકસભા ચૂંટણીને લઈને ભાજપ ગુજરાતમાં હેટ્રિક લગાવીને 26એ 26 બેઠક પર 5 લાખથી વધુ લીડથી જીતવાની વાત કરી રહી છે. ત્યારે આ વખતે લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને કેટલી બેઠક પર લીડ મળી શકે તેમ છે તેને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે VTVએ ખાસ વાતચીત કરી.. VTV સાથેની ખાસ વાતચીતમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા..તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન લોકોના દિલમાં છે.ભાજપની સરકારનો અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો છે. કોંગ્રેસના નેતાઓને ડરાવીને ધમકાવીને ખરીદવામાં આવી રહ્યા છે. તેમણે સવાલ કર્યો કે ભાજપ પોલીસ મોકલીને ટેકેદારોને કેમ ધમકાવી રહી છે.. સુરતના મતદારોનો મતાધિકાર ભાજપે છીનવી લીધો તેવો પણ તેમણે આક્ષેપ કર્યો .તેમણે કહ્યું કે સુરતમાં ભાજપે લોકશાહીને કલંકિત કરવાનું કામ કર્યુ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.