બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Varun Dhawan Birthday Once sold liquor in a night club, Salman also gave threats

Varun Dhawan Birthday / એક સમયે નાઇટ ક્લબમાં વેચેલો દારૂ, સલમાનની પણ ધમકી મળેલી, અને આજે કરોડોની સંપત્તિનો માલિક છે આ એક્ટર

Published By: Megha

Last Updated: 08:58 AM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરુણ ધવનના પિતા ડેવિડ ધવને તેને તેના હોમ પ્રોડક્શન હેઠળ લોન્ચ કરવાની સ્પષ્ટ ના પાડી હતી. આજે અમે તમને જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો અને નેટવર્થ વિશે પણ જણાવીશું

વરુણ ધવને પોતાના કરિયરની શરૂઆત 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી કરી હતી અને આ ફિલ્મમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. વરુણ ધવનની ગણતરી બોલિવૂડના સૌથી લોકપ્રિય અને સફળ અભિનેતાઓમાં થાય છે. વરુણનો જન્મ 24 એપ્રિલ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VarunDhawan (@varundvn)

સામાન્ય રીતે ચાહકો કહે છે વરુણની એક્ટિંગમાં ગોવિંદાની ઇમેજ જોવા મળે છે અને અભિનેતા પણ ગોવિંદાને પોતાનો આઇડલ માને છે. ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવા છતાં, વરુણના પિતા ડેવિડ ધવને તેને તેના હોમ પ્રોડક્શન હેઠળ લોન્ચ કરવાની સ્પષ્ટ ના પાડી હતી. આજે અભિનેતાના જન્મદિવસના અવસર પર અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. આ સિવાય અમે તમને તેની નેટવર્થ વિશે પણ જણાવીશું.

વરુણ ધવને નોટિંગહામ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને અભ્યાસ દરમિયાન તે લંડનની નાઈટ ક્લબમાં પાર્ટ ટાઈમ દારૂ વેચતો હતો. આ ઉપરાંત તે કોલેજમાં પેમ્ફલેટનું વિતરણ પણ કરતો હતો. વરુણ બાળપણથી જ ફિલ્મોમાં આવવા માંગતો હતો. અભિનય કરતા પહેલા વરુણે 2010માં કરણ જોહરની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VarunDhawan (@varundvn)

વરુણ ધવને પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે એક ફિલ્મના ટ્રાયલ માટે ક્યાંક ગયો હતો. ત્યાં તેની મુલાકાત સલમાન ખાન સાથે થઈ હતી અને બંને પહેલીવાર એકબીજાને મળ્યા હતા. તે દરમિયાન સલમાન ખાન સ્ટુડિયોની બહાર ઊભો હતો ત્યારે વરુણે સલમાનને 'અંકલ' કહીને બોલાવ્યો હતો. વરુણ ધવનના મોઢેથી 'અંકલ' સાંભળતા જ સલમાન ગુસ્સે થઈ ગયો. તેણે ગુસ્સામાં વરુણ ધવનને કહ્યું, સલમાન ભાઈ બોલ, નહીંતર હું તને થપ્પડ મારીશ. આજ પછી તમે મને ક્યારેય 'અંકલ' કહીને બોલાવિશ તો હું એ પણ નહીં વિચારું કે તું કોનો દીકરો છે..આ પછી વરુણ સલમાનને ભાઈ કહીને બોલાવે છે.

વધુ વાંચો : શાહરુખ ફરી ડોન બનશે! પુત્રી સુહાના ખાન સાથે જોવા મળશે, 'કિંગ'નો લૂક ચેન્જ

હવે જો અભિનેતાની નેટવર્થ વિશે વાત કરીએ તો, વરુણ લગભગ 411 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે અને તે એક વર્ષમાં 24 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. આ સિવાય ઘણા લોકો ટીવી જાહેરાતો અને ઘણી બ્રાન્ડ્સના પ્રમોશનથી પણ ઘણી કમાણી કરે છે. વરુણ ધવન જાહેરાતોમાંથી દર મહિને 10 લાખ રૂપિયાની કમાણી કરે છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Happy Birthday Varun Dhawan Varun Dhawan Varun Dhawan Birthday Varun Dhawan Birthday Special વરુણ ધવન Varun Dhawan Birthday

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ