ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:30 PM, 23 April 2024
ADVERTISEMENT
બોલીવુડમાં કિંગખાન તરીકે જાણીતા સુપરસ્ટાર શાહરુખ ખાન તેમની પુત્રી સાથે આગામી ફિલ્મમાં જોવા મળશે. જેમાં તે ડોનનો રોલ ભજવશે. "કિંગ" નામની મુવીમાં શાહરુખની દિકરી સુહાના પણ જોવા મળશે. આ મુવીમાં શાહરુખ તેની દિકરીનો મેન્ટોર તરીકે જોવા મળશે. "કિંગ" મુવીનું નિર્દેશન સુજોય ઘોષ કરશે.
ADVERTISEMENT

રિપોર્ટ મુજબ ફિલ્મમાં શાહરુખ ડોનનો રોલ નિભાવતો જોવા મળશે. શાહરુખ તેની દિકરીને હવે બોલીવુડમાં આગળ લાવવા માંગે છે માટે તેને ખૂદ તેની સાથે મુવી કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મ માટે તેને ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ અને સુજોય ઘોષ સાથે મળીને કામ શરુ કર્યુ છે. સુહાના ખાન પહેલી વખત મોટી સ્ક્રિન પર આવવાની હોવાથી શાહરુખ આ મુવીના તમામ પાસા પર ફોકસ કરી રહ્યો છે.
ADVERTISEMENT
શાહરુખ અને સુહાનાની આ મુવીની સ્ક્રિપ્ટને ચેન્જ પણ કરવામાં આવી છે. "કિંગ" મુવીની સ્ક્રિપ્ટને ચેન્જ કરી શાહરુખને પણ લીડ રોલ આપ્યો હોવાની માહિતી મળી રહી છે. આ ફિલ્મમાં શાહરુખ એક ગુરુના રુપમાં દેખાશે. જેમાં સુહાના તેની શિષ્યા તરીકેનો રોલ કરશે.
વાંચવા જેવું: જ્યારે ગૃહ મંત્રાલયથી મિથુન ચક્રવર્તીને આવ્યો હતો કૉલ, કંઇક આવા થઇ ગયા હતા એક્ટરના હાલ
ADVERTISEMENT
"કિંગ" મુવીમાં શાહરુખ કેટલાક એક્સન સીન પણ કરશે. આ રોલ માટે શાહરુખે તેનો લુક પણ ચેન્જ કરી દીધો છે. શાહરુખ "કિંગ"માં લાંબા વાળની સાથે દાઢીવાળા લુકમાં જોવા મળશે. શાહરુખનો સ્ટારડમ જ ફિલ્મની બીજી કમીઓ પુરી કરી દેશે. આ ફિલ્મ સપ્ટેમ્બર મહિનામાં રિલીજ થાય તેવી શક્યતા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.