બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / When Mithun Chakraborty received a call from the Ministry of Home Affairs, something like this happened to the actor

બોલિવુડ / જ્યારે ગૃહ મંત્રાલયથી મિથુન ચક્રવર્તીને આવ્યો હતો કૉલ, કંઇક આવા થઇ ગયા હતા એક્ટરના હાલ

Megha

Last Updated: 11:22 AM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પીઢ બોલિવૂડ કલાકાર મિથુન ચક્રવર્તીને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

22 એપ્રિલના રોજ દેશના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કલાના ક્ષેત્રમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે ઘણા મોટા સ્ટાર્સને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીનું નામ પણ સામેલ છે, જેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી પદ્મ એવોર્ડ મેળવતા જોવા મળે છે. આ સિવાય એમનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

મિથુન ચક્રવર્તીને દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્યોની હાજરીમાં આ એવોર્ડ મળ્યો હતો. મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન અને સામાજિક કાર્યમાં તેમની ભૂમિકા માટે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, મિથુન ચક્રવર્તી લાંબા સમયથી એક્ટિંગ કરી રહ્યા છે. તેણે પોતાની 47 વર્ષની કારકિર્દીમાં 350 થી વધુ ફિલ્મો કરી છે.

એવોર્ડ મળ્યા બાદ તાજેતરમાં જ મિથુન ચક્રવર્તીએ કહ્યું કે જ્યારે તેમને ગૃહ મંત્રાલય તરફથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તેમને પદ્મ ભૂષણ આપવામાં આવશે, તો તેઓ એક મિનિટ માટે મૌન થઈ ગયા, કારણ કે તેમને તેની અપેક્ષા નહોતી. 

મિથુન ચક્રવર્તીએ પોતાની પ્રતિક્રિયા શેર કરતા કહ્યું, 'મને ખબર નથી કે સરકાર મને શા માટે આપી રહી છે. હું આનાથી ખૂબ જ ખુશ છું, કારણ કે કોઈએ ન માંગ્યું હોય તેવી વસ્તુ પ્રાપ્ત કરવામાં એક અલગ જ ખુશી છે. કોઈ પણ વ્યક્તિ માટે આ પ્રકારનું સન્માન મેળવવું એ સૌથી ખુશીનો પ્રસંગ છે. જ્યારે મને ફોન આવ્યો કે તમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવી રહ્યા છે, ત્યારે હું એક મિનિટ માટે મૌન થઈ ગયો કારણ કે મને તેની અપેક્ષા નહોતી...'

વધુ વાંચો: એવી 6 ફિલ્મો, જેની પર આ વર્ષે ટકેલું છે બોલિવુડનું ભવિષ્ય, નહીં ચાલી તો થશે કરોડોનું નુકસાન!

જણાવી દઈએ કે સોમવારે, 22 એપ્રિલના રોજ પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ પોતાના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરનાર ગાયિકા ઉષા ઉથુપને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ