બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 6 films on which the future of Bollywood depends this year know the list

મનોરંજન / એવી 6 ફિલ્મો, જેની પર આ વર્ષે ટકેલું છે બોલિવુડનું ભવિષ્ય, નહીં ચાલી તો થશે કરોડોનું નુકસાન!

Published By: Megha

Last Updated: 10:35 AM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ ઇન્ડસ્ટ્રીને ટક્કર આપવા માટે હવે બોલિવૂડની ફિલ્મોએ સારી કમાણી કરવી પડશે અને આ વાતની જવાબદારી કાર્તિક આર્યન, અજય દેવગન, અક્ષય કુમાર, શ્રદ્ધા કપૂર અને આમિર ખાન જેવા સ્ટાર્સ પર છે

કોરોના બાદથી બોલિવૂડની ફિલ્મો ખાસ ચાલી રહી નહતી પરંતુ વર્ષ 2023 બોલિવૂડના નામે હતું અને શાહરૂખ ખાનની ફિલ્મોએ કમાણીના ઘણા રેકોર્ડ તોડયા હતા. સાથે જ રણબીર કપૂરની 'એનિમલ' અને સની દેઓલની 'ગદર 2' એ વર્ષ 2024ની સારી શરૂઆત કરી હતી. અત્યાર સુધી ઘણી મોટી ફિલ્મો સિનેમાઘરોમાં આવી, પરંતુ કંઈ ખાસ કરી શકી નહીં. આ યાદીમાં 'ફાઇટર', 'મેરી ક્રિસમસ', 'મેદાન' અને 'બડે મિયાં છોટે મિયાં'નો સમાવેશ થાય છે. 

હવે બોલિવૂડની ફિલ્મોએ સાઉથ ઇન્ડસ્ટ્રીને ટક્કર આપવા માટે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવી પડશે. આ વર્ષે આવનારી આગામી 6 ફિલ્મો એવી છે જેની પાસે લોકોને ઘણી આશા છે. સાથે જ આ વર્ષે સાઉથની ઘણી મોટી ફિલ્મો આવવાની છે. આવી સ્થિતિમાં લોકો સાઉથ સિનેમાની સાથે બોલિવૂડની ફિલ્મો જુએ એ વાતની જવાબદારી કાર્તિક આર્યન, અજય દેવગન, અક્ષય કુમાર, શ્રદ્ધા કપૂર અને આમિર ખાન જેવા સ્ટાર્સ પર છે.

1. ચંદુ ચેમ્પિયન: 
કાર્તિક આર્યનનાની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' ટૂંક સમયમાં આવી રહી છે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જે ભારતના પ્રખ્યાત સ્વિમર મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત છે. આ ફિલ્મ 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે.

2.સિંઘમ અગેઇન
રોહિત શેટ્ટી અને અજય દેવગનની આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, કરીના કપૂર સહિત ઘણા સ્ટાર્સ જોવા મળવાના છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. અગાઉ તેને 15મી ઓગસ્ટે રિલીઝ કરવાની યોજના હતી. પરંતુ હવે મેકર્સ તેને બદલવાનું વિચારી રહ્યા છે. હવે આ ફિલ્મ દિવાળી પર રીલીઝ થઈ શકે છે. 

3. સ્ત્રી 2
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની કોમેડી-હોરર ફિલ્મ 'સ્ત્રી 2' ઓગસ્ટમાં સિનેમાઘરોમાં આવી શકે છે. જો કે આ ફિલ્મનું શૂટિંગ ઘણા સમય પહેલા પૂર્ણ થઈ ગયું છે. પરંતુ હજુ સુધી ફિલ્મ અંગે કોઈ અપડેટ નથી. 

4. ભૂલ ભુલૈયા 3: 
આ યાદીમાં કાર્તિક આર્યનની બે ફિલ્મો છે. હાલમાં, 'ભૂલ ભૂલૈયા 3'ના બીજા શેડ્યૂલનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મમાં કાર્તિક ઉપરાંત વિદ્યા બાલન, તૃપ્તિ ડિમરી અને માધુરી દીક્ષિત પણ જોવા મળશે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે. 

5. સિતારે જમીન પર:
આમિર ખાનની આવનારી ફિલ્મ સિતારે જમીન પર હશે. આ 'તારે જમીન પર'ની સિક્વલ નહીં હોય. આ વર્ષે ફિલ્મને રિલીઝ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. 

વધુ વાંચો: 'મને એક વાતનો પસ્તાવો છે કે...', માધુરી દીક્ષિતની આ હિટ ફિલ્મને લઈ શું બોલી મનીષા કોઇરાલા

6. વેલકમ ટુ ધ જંગલઃ 
અક્ષય કુમાર હાલમાં વેલકમ ટુ ધ જંગલ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં અક્ષય કુમાર, રવિના ટંડન, દિશા પટણી, જેકલીન ફર્નાન્ડિસ, અરશદ વારસી, શ્રેયસ તલપડે, સંજય દત્ત સહિત ઘણા કલાકારો જોવા મળશે. ફિલ્મ 20મી ડિસેમ્બરે રિલીઝ થઈ શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Bollywood Films Bollywood News Bollywood Update Bollywood Vs South bollywood films

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ