બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / Manisha Koirala Opened up about declining Yash Chopra Film with Madhuri Dixit

બોલિવુડ / 'મને એક વાતનો પસ્તાવો છે કે...', માધુરી દીક્ષિતની આ હિટ ફિલ્મને લઈ શું બોલી મનીષા કોઇરાલા

Vidhata

Last Updated: 09:40 AM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનીષા કોઇરાલાને પોતાની કારકિર્દીમાં એક વાતનો ખૂબ જ અફસોસ છે કે તે યશ ચોપરાની ફિલ્મમાં કામ શકી નથી. તેણે કહ્યું કે મારા ડરના કારણે મેં ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો, જેનો મને આજે પણ અફસોસ છે.

મનીષા કોઇરાલા ભારતીય સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. હાલમાં મનીષા કોઇરાલા Netflix પર સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી'ને કારણે ચર્ચાઓમાં છે. બોલિવૂડ અભિનેત્રી મનીષાએ 'ખામોશી', 'બોમ્બે', 'દિલ સે', 'મન', 'લજ્જા' સહિત ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. અભિનેત્રીએ તેના સમયના ઘણા અગ્રણી ફિલ્મ નિર્માતાઓના જુદા જુદા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

કારકિર્દીમાં રહ્યો આ વાતનો અફસોસ 

હવે અભિનેત્રી 'હીરામંડી' સિરીઝથી ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે. આ શો 1 મેના રોજ Netflix પર સ્ટ્રીમ થશે. ત્યારે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ પોતાના કરિયર વિશે વાત કરતાં જણાવ્યું કે તેનો સૌથી મોટો અફસોસ શું છે. ઘણા ઓછા લોકોને એ વાતની જાણ છે કે ફિલ્મ નિર્માતા યશ ચોપરાની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'દિલ તો પાગલ હૈ' મનીષા કોઈરાલાને ઓફર કરવામાં આવી હતી. જે રોલ કરિશ્મા કપૂરે કર્યો એ રોલ મનીષાને ઓફર કરવામાં આવ્યો હતો. પણ મનીષાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો. પણ મનીષાને આ જ વાતનો અફસોસ રહી ગયો કે તેણે યશ ચોપરાની ફિલ્મમાં કામ કર્યું નથી. મનીષા કોઇરાલાએ આ વિશે વાત કરતા કહ્યું, મારી કારકિર્દીમાં મને એ વાતનો અફસોસ છે કે મેં યશ ચોપરાની ફિલ્મમાં કામ કર્યું નથી. મારી સ્પર્ધા માધુરીજી સાથે હતી અને હું ડરી ગઈ હતી. મેં તે પ્રોજેક્ટ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manisha Koirala (@m_koirala)

મનીષા કોઇરાલાએ આગળ કહ્યું, 'મારા સમયના દરેક એક્ટર, જ્યારે યશજી જીવતા હતા, તેમની સાથે કામ કરવા માંગતા હતા, કારણ કે તેઓ મહિલાઓને ખૂબ જ સુંદર રીતે રજૂ કરતા હતા. હું યશજીની ઓફિસે ગઈ હતી અને તેમને કહ્યું હતું, 'સર, મારું સપનું તમારી હિરોઈન બનવાનું છે, પણ સોલો. તમે મને માધુરી જીની સામે ઉભી કરી રહ્યા છો.' પરંતુ મારા નિર્ણય છતાં, મેં ઘણું ગુમાવી દીધું.'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manisha Koirala (@m_koirala)

વર્ષો પછી માધુરી સાથે કરી આ ફિલ્મ

મનીષા કોઈરાલાએ યશ ચોપરાની ફિલ્મ ના પાડી હોવા છતાં તે પછી માધુરી દીક્ષિત સાથે ફિલ્મ 'લજ્જા'માં જોવા મળી હતી. આ વિશે વાત કરતાં મનીષાએ કહ્યું, 'વર્ષો પછી, જ્યારે રાજકુમાર સંતોષીજીએ મને લજ્જાની ઓફર કરી, ત્યારે મેં તેમને હા પાડી દીધી, કારણ કે હું પહેલાં એક વખત ભૂલ કરી ચુકી હતી. લજ્જાની વાર્તા અદ્ભુત હતી. તે મહિલાઓ અને તેમની સમસ્યાઓ પર આધારિત હતી. અને તે વિષય પર મારું દિલ આવી ગયું હતું. મને લાગે છે કે જ્યારે તમારી પાસે મજબૂત દિગ્દર્શક હોય, અને તમને તમારામાં વિશ્વાસ હોય, ત્યારે સિક્યોરિટીની લાગણી આવી જ જાય છે. આ ઉપરાંત, મેં પહેલેથી જ એક મોટો પ્રોજેક્ટ છોડવાની ભૂલ કરી હતી, જે મારી કારકિર્દી માટે સીમાચિહ્ન સાબિત થઈ શકતો હતો. મેં વિચાર્યું કે મારી ઇનસિક્યોરિટીને કારણે હું તે ભૂલનું પુનરાવર્તન કરવા માંગતી નથી. તેથી હું ખુશ છું કે મેં તે ફિલ્મ કરી. મને લજ્જા પર ગર્વ છે.'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manisha Koirala (@m_koirala)

માધુરી વિશે વાત કહી આવી વાત 

મનીષા કોઇરાલાએ માધુરી દીક્ષિતના વખાણ પણ કર્યા. તેણે કહ્યું, 'માધુરી જી ખૂબ જ સારી વ્યક્તિ અને અભિનેત્રી છે. મારે ઇનસિક્યોર થવાની કોઈ જરૂર નહોતી. મને લાગે છે કે જ્યારે તમારી સામે એક મજબૂત એક્ટર હોય છે, ત્યારે તમે પણ વધુ સારું પ્રદર્શન કરો છો. તેઓ તમને વધુ સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કરે છે. તે ઉંમર અને અનુભવથી આવે છે. મને માધુરીજી સાથે કામ કરવાની મજા આવી. મને પણ રેખાજી સાથે કામ કરવાની મજા આવી.'

વધુ વાંચો: રાખી સાવંતને થઈ શકે છે જેલ, SCએ આપ્યો ઝટકો, ચાર અઠવાડિયામાં સરેન્ડર થવા આદેશ

ઉલ્લેખનીય છે કે મનીષા કોઇરાલા 'હીરામંડી' સિરીઝથી ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે. આ સિરીઝમાં મનીષા સાથે અદિતિ રાવ હૈદરી, સોનાક્ષી સિંહા, સંજીદા શેખ, શેખર સુમન જેવા અન્ય સ્ટાર્સ જોવા મળશે. અભિનેતા ફરદીન ખાન પણ 14 વર્ષ પછી 'હીરામંડી'થી પડદા પર વાપસી કરી રહ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ