ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Rakhi Sawant may face jail, SC gives a blow, orders to surrender in four weeks

BOLLYWOOD / રાખી સાવંતને થઈ શકે છે જેલ, SCએ આપ્યો ઝટકો, ચાર અઠવાડિયામાં સરેન્ડર થવા આદેશ

Published By: Vishal Dave

Last Updated: 07:56 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડની અભિનેત્રી રાખી સાવંતને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. જેમાં રાખીને આગોતરા જામીન આપવાનો ઈનકાર કરી ચાર વિકમાં નીચલી કોર્ટમાં સરેન્ડર થવાનો આદેશ કર્યો છે

ADVERTISEMENT

અભિનેત્રી રાખી સાવંતની ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે તેને ઝટકો આપીને નીચલી અદાલતમાં ચાર અઠવાડિયામાં હાજર રહેવા આદેશ   કર્યો છે. રાખી સાવંત પર તેના પૂર્વ પતિના અશ્લીલ વીડિયો લીક કરવાનો આરોપ છે.

અશ્લીલ વીડિયો લીક કરવાનો આરોપ

રાખી સાવંતના પૂર્વ પતિ આદિલ દુર્રાનીએ તેના ખૂદના પ્રાઈવેટ અને અશ્લીલ વીડિયો લીક કરવાનો આરોપ લગાવ્યો હતો.આ સિવાય ઈન્ટરવ્યૂમાં પણ તેની પ્રાઈવેટ લાઈફના ખૂલાસા કર્યા હોવાનો આરોપ છે. જેથી આદિલે પોતાની સાથે છેતરપીંડી થયાની પણ પોલીસ ફરિયાદ કરી હતી.

4 અઠવાડિયામાં સરેડર કરવું જ પડશે.

આદિલ દુર્રાનીની ફરિયાદથી આ કેસ મુમ્બઈ હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો. પરંતુ રાખી સાવંતે હાઈકોર્ટના નિર્ણયને પડકારી આગોતરા જામીનની માંગ કરી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આદેશથી તેને 4 અઠવાડિયામાં સરેડર કરવું જ પડશે.

રાખી સાવંતે પણ લગાવ્યા હતા આ આરોપ 

આ કપલ 2022 અને 2023ની શરુઆત સુધી પાસે રહ્યુ હતુ. પરંતુ ત્યાર બાદ બન્ને વચ્ચે સંંબંધો ખરાબ થયા હતા. અચાનક સંબંધોમાં તીરાડ પડતા તેમનો કેસ કોર્ટ સુધી પહોંચ્યો હતો. રાખી સાવંતે આદિલ પર તેના પૈસાનો ઉપયોગ કરવો, લગ્ન બાદ પોતાના સંબંધો છુપાવવા, બીજી મહિલાઓ સાથે અફેર, એક્સ ગર્લફ્રેન્ડ સાથે રેપ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ વિવાદ વચ્ચે આદિલના પ્રાઈવેટ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

હાઈકોર્ટે આગોતરા જામીન આપવાનો ઈનકાર કર્યો હતો

આદિલના પ્રાઈવેટ વીડિયો વાયરલ થતા તેને રાખી સાવંત સામે કેસ ઠોકીને બોમ્બે હાઈકોર્ટની શરણ લીધી હતી. જ્યાં હાઈકોર્ટે આગોતરા જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. રાખી સાવંતે આ વીડિયો વાયરલ કરવાના આરોપોને ફગાવ્યા હતા. કોર્ટ હવે તેને ચાર વિકનો સમય આપ્યો છે, જેમાં તે હવે સરેંડર કરે છે કે નહીં તે જોવાનું રહ્યુ.


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

 

સંકળાયેલા મુદ્દાઓ

High Court Rakhi sawant anticipatory bail suprime court આદિલ દુર્રાની બોમ્બે હાઈકોર્ટ રાખી સાવંત સુપ્રીમ કોર્ટ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ