બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / CJI DY Chandrachud launches Supreme Court's WhatsApp number

જાણી લો / CJI ડીવાય ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટનો WhatsApp નંબર જાહેર કર્યો, આસાનીથી થશે હવે આ બધા કામ

Vidhata

Last Updated: 09:25 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CJI ચંદ્રચુડે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનો પોતાનો સત્તાવાર WhatsApp નંબર જાહેર કર્યો છે. હવે વોટ્સએપ મેસેજ દ્વારા વકીલોને કોઝ લિસ્ટ, કેસ ફાઈલ કરવા અને સુનાવણી માટે લિસ્ટિંગ વિશે જાણકારી આપવામાં આવશે.

દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે (Supreme Court of India) તેનો સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. ગુરુવારે આની જાહેરાત કરતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડે (CJI Chandrachud) કહ્યું કે સુપ્રીમ કોર્ટ વકીલોને વોટ્સએપ મેસેજ દ્વારા કોઝ લિસ્ટ, કેસ ફાઈલ કરવા અને સુનાવણી માટે લિસ્ટિંગ વિશે જાણકારી આપશે. 

અસહમતિ પર અંકુશ લાવવા સરકારી તંત્રનો ઉપયોગ ડર પેદા કરે છે : સુપ્રીમ કોર્ટ  જજ ચંદ્રચૂડ | blanket labelling of dissent as anti national hurts ethos of  democracy says justice chandrachud

શું છે વોટ્સએપ નંબર?

CJI ચંદ્રચુડે (CJI Chandrachud) સુપ્રીમ કોર્ટનો પોતાનો જે સત્તાવાર WhatsApp નંબર જાહેર કર્યો છે તે છે 87676-87676. હવે વકીલોને વોટ્સએપ નંબર પરથી કેસ ફાઈલ થવા અંગેનો ઓટોમેટેડ મેસેજ મળશે. આ ઉપરાંત વકીલોને કોઝ લિસ્ટનું નોટિફિકેશન પણ મોબાઈલ પર મળશે. કોઝ લિસ્ટનો અર્થ એ છે કે કોર્ટમાં સુનાવણી માટે તે દિવસના નિર્ધારિત કેસોની સૂચિ. 

સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં એવું બન્યું, જે પહેલાં ક્યારેય ન હોતું થયું, CJIએ  કહ્યું 'એન્ટરટેઇનમેન્ટ પણ જરૂરી' | Chandigarh Mayor case CJI DY Chandrachud  says ...

સુપ્રીમ કોર્ટનો સત્તાવાર વોટ્સએપ નંબર (Supreme Court official WhatsApp Number) જાહેર કરતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, 75માં વર્ષમાં, સુપ્રીમ કોર્ટે WhatsApp મેસેજિંગ સેવાઓને IT સર્વિસ સાથે એકીકૃત કરીને ન્યાયની પહોંચને મજબૂત કરવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. તેનાથી વધુ વકીલોની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ વધશે. આ ઉપરાંત દૂર દૂર રહેતા લોકોને પણ કોર્ટની કાર્યવાહીની માહિતી મળી શકશે.

Topic | VTV Gujarati

આ સાથે વકીલોને આ એપ પર ઈલેક્ટ્રોનિક ફાઈલિંગ, કોઝલિસ્ટ ઓર્ડર અને જજમેન્ટ સંબંધિત નોટિફિકેશન પણ મળશે. પરંતુ હવે આવે છે એવો સવાલ કે શું આપણે આ નંબર પર સામાન્ય નંબરોની જેમ વાત કરી શકીએ? જવાબ છે ના. કારણ કે આ વન-વે કમ્યુનિકેશન નંબર છે. મતલબ માત્ર ઇનકમિંગ મેસેજ. આ નંબર પરથી કોઈ જવાબ નહીં મળે અને કૉલ બેક જેવી કોઈ સુવિધા પણ નહીં હોય. 

વધુ વાંચો: પ્રધાનમંત્રી મોદીએ ઈટલીના PM જ્યોર્જિયા મેલોનીને ઘુમાવ્યો ફોન, જાણો શું વાત થઈ

કોઈ કેસ સફળતાપૂર્વક દાખલ થવા પર ઓટોમેટેડ મેસેજ પ્રાપ્ત થશે. તેમાં નોંધાયેલા કેસોમાં રજિસ્ટ્રી દ્વારા ચિહ્નિત કરાયેલા વાંધાઓ અંગેની સૂચનાઓ પણ સામેલ છે. વેબસાઇટ પર ઉપલબ્ધ ઓર્ડર અને નિર્ણયો પણ WhatsApp દ્વારા મોકલવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ