બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Gujarat Lok Sabha Elections Hardik Patel missing from BJP's list of star campaigners

Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી

Pravin Joshi

Last Updated: 12:59 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

25 ઓગસ્ટ, 2015 ના રોજ અમદાવાદના જીએમડીસી મેદાનમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની મહાક્રાંતિ રેલીમાં લાખો લોકો એકઠા થયા હતા. આ લોકોની માંગણી હતી કે પાટીદારો (પટેલોને) ઓબીસીમાં સામેલ કરવામાં આવે અને અનામત આપવામાં આવે. આ રેલીનું નેતૃત્વ અન્ય કોઈ નહીં પણ યુવા નેતા હાર્દિક પટેલે કર્યું હતું.

તે આઠ વર્ષ પહેલાની વાત છે જ્યારે ગુજરાતના એક 22 વર્ષીય યુવકે રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી હતી. આ એ સમય હતો જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હતા. તેમજ ગુજરાતમાં ભાજપ ચરમસીમાએ હતો અને રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન પણ ચરમસીમાએ હતું. દરમિયાન 25 ઓગસ્ટ, 2015 ના રોજ અમદાવાદના જીએમડીસી મેદાનમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની મહાક્રાંતિ રેલીમાં લાખો લોકો એકઠા થયા હતા. આ લોકોની માંગણી હતી કે પાટીદારો (પટેલોને) ઓબીસીમાં સામેલ કરવામાં આવે અને અનામત આપવામાં આવે. આ રેલીનું નેતૃત્વ અન્ય કોઈ નહીં પણ યુવા નેતા હાર્દિક પટેલે કર્યું હતું. જે તે સમયે માત્ર 22 વર્ષનો હતી. આ રેલીએ હાર્દિક પટેલને દેશની લાઇમલાઇટમાં લાવી દીધો હતો.

પાટીદાર અનામત આંદોલનની ગુજરાતના રાજકારણ પર એવી અસર પડી કે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ રાજીનામું આપવું પડ્યું. આનંદીબેન પટેલ હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. પટેલ આંદોલન બાદ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ 99 બેઠકો સાથે બહુમતી મેળવવામાં સફળ રહ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં હાર્દિક પટેલ રાજ્યમાં કોંગ્રેસનો ચહેરો બની ગયો હતો.

એક સમય હતો જ્યારે ગુજરાત કોંગ્રેસે હાર્દિક પટેલને તેના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. તેમજ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર માટે હેલિકોપ્ટર આપવામાં આવ્યું હતું, પરંતુ બદલાતા સમય સાથે હાર્દિક પટેલ હાલમાં ભાજપમાંથી ધારાસભ્ય છે. પરંતુ હવે સમય પ્રમાણે ન તો હાર્દિક પટેલમાં એવો જુસ્સો જોવા મળી રહ્યો છે કે ન તો 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા બનાવવામાં આવેલી 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં નામ સામેલ કરવામાં આવ્યું છે. ભાજપે તેના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જેવા રાષ્ટ્રીય નેતાઓ તેમજ ઘણા સ્થાનિક નેતાઓનો સમાવેશ કર્યો છે.

ભાજપની આ યાદીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, વિજય રૂપાણી, હર્ષ સંઘવી, નીતિન પટેલ, કુંવરજી બાવળિયા અને ગોરધન ઝડફિયા જેવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં હાર્દિક પટેલના સહયોગી અલ્પેશ ઠાકોરનું નામ પણ સામેલ છે. પરંતુ ભાજપની આ યાદીમાં હાર્દિક પટેલનું નામ સામેલ નથી. આ અંગે ગુજરાતમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

આ બાબતે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ એક મીડિયા વેબસાઈટને જણાવ્યું કે, હાર્દિક પટેલ જ્યારે ભાજપમાં જોડાયો ત્યારે તે ધારાસભ્ય નહોતો અને હવે તે ધારાસભ્ય છે. ભાજપના દરેક ધારાસભ્ય પાર્ટીના સ્ટાર પ્રચારક છે. તેમણે કહ્યું કે હાલ હાર્દિક પટેલ સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે તેમના વિધાનસભા મતવિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યો છે. યાદીમાં નામ હોય કે ન હોય તેનાથી કોઈ ફરક પડતો નથી, તેઓ હજુ પણ પ્રચાર કરી રહ્યા છે.

વધુ વાંચો : 4 દિવસથી કયા ગુમ છે કુંભાણી? કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ લગાવ્યા આક્ષેપ, ગદ્દાર કોણ?

હાર્દિક પટેલનું કહેવું છે કે હું પહેલા મારા વિસ્તારમાં પ્રચાર કરું અને અહીં પાર્ટીને મોટી જીત અપાવવાનો પ્રયત્ન કરું એ સ્વાભાવિક છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતની ચૂંટણી પછી તેઓ મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાં પણ પ્રચાર માટે જઈ શકે છે, પરંતુ તેમની પ્રથમ જવાબદારી ગુજરાતમાં તેમની લોકસભા બેઠક છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલ પાટીદાર આંદોલન દરમિયાન પોતાના ભાષણને કારણે ચર્ચામાં રહ્યો હતો. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ હેડલાઇન્સમાં રહ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ