બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / ત્રીજા પડાવની 10 હાઈ પ્રોફાઇલ બેઠકો જેના પર દેશની નજર, આ 3 મુદ્દા પાડશે પ્રભાવ

ચૂંટણી 2024 / ત્રીજા પડાવની 10 હાઈ પ્રોફાઇલ બેઠકો જેના પર દેશની નજર, આ 3 મુદ્દા પાડશે પ્રભાવ

Last Updated: 07:30 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન થશે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં તમામ બેઠકો પર જીત મેળવી હતી.

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે 5 વાગ્યા પછી સમાપ્ત થઈ જશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. 7 મેના રોજ 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 94 બેઠકો પર મતદાન થશે. જેમાં આસામના 4, બિહારના 5, છત્તીસગઢના 7, ગોવાના 2, ગુજરાતના તમામ 26, કર્ણાટકના 14, મધ્યપ્રદેશના 8, મહારાષ્ટ્રના 11, ઉત્તર પ્રદેશના 10, બંગાળના 4 અને દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. દમણ અને દીવમાં બે-બે બેઠકો પર મતદાન થશે.

Sindhiya-2.jpg

ગુનાથી સિંધિયા મેદાન સુધી

ત્રીજા તબક્કામાં લગભગ 10 બેઠકો એવી છે જ્યાં હાઈપ્રોફાઈલ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મધ્યપ્રદેશના ગુનામાં પણ 7 મેના રોજ મતદાન થશે, જ્યાં ભાજપની ટિકિટ પર જ્યોતિરાદિત્ય સિંધિયા મેદાનમાં છે. તેઓ 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે હારી ગયા હતા. આગ્રા લોકસભા સીટ પર પણ 7 મેના રોજ મતદાન થશે, જ્યાંથી મોદી સરકારના મંત્રી એસપી સિંહ બઘેલ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

adhir-ranjan-.jpg

પ્રહલાદ જોશી, ડિમ્પલ, પલ્લવી ડેમ્પો અને અધીર રંજનની પ્રતિષ્ઠા દાવ પર

મોદી સરકારના મંત્રી પ્રહલાદ જોશી ધારવાડથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં 7 મેના રોજ મતદાન થશે. 7 મેના રોજ મૈનપુરીમાં પણ મતદાન થશે, જ્યાંથી સપા પ્રમુખ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ મેદાનમાં છે. અધીર રંજન ચૌધરી બંગાળની બહેરામપુર લોકસભા સીટથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. અધીર રંજન ચૌધરી બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પણ છે. અહીં 7મી મેના રોજ મતદાન થશે. પલ્લવી ડેમ્પો દક્ષિણ ગોવા લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. તે ત્રીજા તબક્કાની સૌથી અમીર ઉમેદવાર છે.

shivrajsingh.jpg

અજમલ, શિવરાજ, દિગ્વિજય અને સુપ્રિયા સુલે પણ મેદાનમાં

ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ બદરુદ્દીન અજમલ આસામની ધુબરી સીટથી ચૂંટણી મેદાનમાં છે. તેઓ 2009થી આ સીટ પર ચૂંટણી જીતી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશની વિદિશા લોકસભા સીટથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ આ બેઠક પરથી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ મધ્યપ્રદેશની રાજગઢ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે મહારાષ્ટ્રની બારામતી લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. અહીં પવાર અને પવાર વચ્ચેની લડાઈ છે, કારણ કે અજિત પવારની પત્ની તેમની સામે મેદાનમાં છે.

જાણો શું છે ત્રણ મોટા મુદ્દા

પાકિસ્તાન

પાકિસ્તાનના પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી હુસૈને સોશિયલ મીડિયા હેન્ડલ X પર રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે રાહુલની તુલના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે કરી હતી. ભાજપે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જનસભાને સંબોધતા કહ્યું હતું કે પાકિસ્તાન રાહુલ ગાંધી માટે પ્રાર્થના કરી રહ્યું છે. એટલે કે પાકિસ્તાન પણ ભારતમાં કોંગ્રેસની નબળી સરકાર ઈચ્છે છે. ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચાર દરમિયાન આ મુદ્દો ઘણો ઉઠાવવામાં આવ્યો હતો.

amit-shah-2'.jpg

અનામત પર અમિત શાહનું નિવેદન

અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમો માટે અનામત હટાવવાની વાત કરી હતી. આ નિવેદનને લઈને પણ ભારે હોબાળો થયો હતો. અમિત શાહ SC-ST અને OBC માટે અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા હોય એવું દેખાડવા માટે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસ આ મામલે સક્રિય થઈ અને કહ્યું કે આ ડીપ ફેક વીડિયો છે. આ મામલામાં દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પણ સમન્સ મોકલ્યું છે.

વધુ વાંચો : 'કોંગ્રેસના શહજાદાના આ વખતે મંદિર દર્શન બંધ થઈ ગયા', રાહુલ ગાંધી પર PM મોદીનો તંજ

રાહુલ પર અમેઠીથી ભાગવાનો આરોપ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. એટલે કે તે રાયબરેલીથી ચૂંટણી લડશે. અગાઉ રાહુલ અમેઠીથી સાંસદ હતા. તેઓ 2019માં ચૂંટણી હારી ગયા હતા. હવે તેમના રાયબરેલી જવા પર ભાજપ આરોપ લગાવી રહ્યું છે કે તેઓ હાર્યા બાદ અમેઠી છોડીને રાયબરેલી દોડી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ