બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / These Congress candidates expressed their anger at BJP over the Nilesh Kumbhan case and said it was an attempt to destroy democracy
Last Updated: 12:55 PM, 26 April 2024
નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થયા પછી રહસ્ય યથાવત છે.. નિલેશ કુંભાણીની ઉમેદવારી કેવા સંજોગોમાં રદ થઈ તે મહત્વનો સવાલ છે. સવાલ એ છે કે ગદ્દાર કોણ નિકળ્યું?
નિલેશ કુંભાણી કે તેના જ પક્ષના લોકો કે પછી બીજું કોઈ?
ADVERTISEMENT
નિલેશ કુંભાણીની પત્નીએ શું કહ્યું?
સૌથી પહેલા તમને એ જણાવીએ કે નિલેશ કુંભાણીની પત્નીએ શું કહ્યું? તેમની પત્નીએ કહ્યું કે મારા પતિ સાથે રાજકારણ રમાયું છે. મારા પતિએ સમાજની સેવા કરી છે. દોષનો ટોપલો મારા પતિ ઉપર ઢોળી દેવાયો. મારા પતિ ચાર દિવસથી ઘરે નથી આવ્યા. હાઈકોર્ટે જવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા. અમારી સાથે શું થયું તેનો પણ અમને ખ્યાલ નથી
ADVERTISEMENT
પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?
પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે નિલેશ કુંભાણીએ ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે અમે હાજર હતા. અમે ટેકેદારોને સહી કરતા જોયા હતા. બે વ્યક્તિ તેમના સંબંધી જ્યારે એક વ્યક્તિ તેના પાર્ટનર હતા. અમે કોંગ્રેસ સમર્થક તરીકે હાજર હતા. અમે ડમી ઉમેદવારને પણ ઓળખીએ છીએ. તમામ ટેકેદારોની સાચી સહી છે. અમે સોગંદનામું આપ્યું છે. ઓરિજિનલ સહીની FSL તપાસ કરાવવામાં આવે.
ADVERTISEMENT
કોંગ્રેસના આ ઉમેદવારોએ ઠાલવ્યો રોષ
આ તરફ સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થવા મામલે પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ફોર્મ ભરવા સમયે અને કલેક્ટર સમક્ષ દરખાસ્ત મુકવા સમયે ટેકેદારો સાથે જ હતા. ભાજપે તેમના ટેકેદારોને ગુમ કરીને લોકશાહીનું ખુન કર્યું છે. સાથે જ ભાજપે 20 લાખ પ્રજાના જનમતની પણ માનહાનિ કરી છે. ભાજપે જીત મેળવવા માટે કાવાદાવા કર્યા છે. જેને અમે વખોડીએ છીએ.
ADVERTISEMENT
સુરતના નિલેશ કુંભાણીના પ્રકરણને લઈને અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે કહ્યું કે સત્તાના મોહ અને દબાણમાં આ ઘટના બનતી હોય છે. "ચૂંટણી સમયે નેતાઓને દબાવી પાર્ટીમાંથી તોડવામાં આવે છે" એક નેતાના જવાથી કોંગ્રેસને કોઇ ફરક નહીં પડે"પરંતુ ભાજપ દ્વારા ખરીદ-વેચાણની જે નીતિ અપનાવવામાં આવી રહી છે તે લોકતંત્ર માટે ઘાતક છે.
હાઇ વોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ મુકેશ દલાલ બિન હરીફ વિજેતા જાહેર થયા હતા.
ADVERTISEMENT
સુરત બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ વાજતે ગાજતે ફોર્મ ભર્યું હતું. પરંતુ ફોર્મ પર જે કુંભાણીના સગાઓએ સાક્ષી તરીકે સહી કરી હતી તે ટેકેદારો એફિડેવિટ કરીને સહી તેમની ન હોવાનું જણાવ્યા બાદ હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા થયો હતો. બાદમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આ સમગ્ર ઘટના બાદ નિલેશ કુંભાણી અને તેમનો પરિવાર ગાયબ થઈ ગયો હતો.
ADVERTISEMENT
ગોવામાં જલસા કરે છે નિલેશ કુંભાણીઃ દિનેશ કાછડિયા
AAPના પૂર્વ કોર્પોરેટર નેતા દિનેશ કાછડિયાએ મોટો આરોપ લગાવ્યો છે. દિનેશ કાછડિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે,નીલેશ કુંભાણીને ફોર્મ રદ થયું નથી પરંતુ રદ કરાવવામાં આવ્યું છે. ભાજપે નિલેશ કુંભાણી અને ત્રણેય ટેકેદારો અને ડમી ઉમેદવારને ખરીદી લીધા છે. આ માટે તેમને 15 કરોડ રૂપિયાની રકમ ચૂકવાઈ છે અને નિલેશ કુંભાણી હાલ ગોવામાં જલસા કરી રહ્યા છે. 7મે એ દેશભરમાં લોકો મતાધિકારનો ઉપયોગ કરતા હશે અને સુરતીઓ માત્ર ટીવી પર જોતા રહેશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.