બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કાલભૈરવ દાદાનું પહેલું શિખરબંધ સિદ્ધ મંદિર, દર્શન માત્રથી કંકાસ અને પીડા થાય છે દૂર

દેવ દર્શન / કાલભૈરવ દાદાનું પહેલું શિખરબંધ સિદ્ધ મંદિર, દર્શન માત્રથી કંકાસ અને પીડા થાય છે દૂર

Last Updated: 07:14 AM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘાટ જંગલમાંથી પસાર થતા ડુંગરાઓના ઉતરાવ ચઢાવ વચ્ચે ઇડરના બોલુન્દ્રા ગામના પાદરે શ્રી કાલભૈરવનું એતિહાસીક મંદિર આવેલું છે

સાબરકાંઠાના ઇડર તાલુકામાં બોલુન્દ્રા ગામે ભગવાન શિવના અંશ અવતાર તરીકે પૂજાતા કાલ ભૈરવ દાદાનું ઐતિહાસિક શિખરબંધ સિદ્ધ મન્દિર આવેલુ છે. લાખો લોકોની શ્રદ્ધા અને આસ્થાનું દેવસ્થાન, ગામનુ પ્રાકૃતિક વાતાવરણ, દાદાની કાષ્ઠની મૂર્તિ અને મંદિરના પૌરાણિક ઇતિહાસના ત્રિવેણી સંગમ પર ઉભેલા કાલભૈરવદાદાના મંદિરે કાળી ચૌદસ સહિત રવિવારના દિવસે ભક્તજનોની ભારે ભીડ જોવા મળે છે.

કાલભૈરવનું પહેલું શિખરબંધ સિદ્ધ મંદિર

ઉત્તર ગુજરાતના અરવલ્લી પર્વતના સાનિધ્યમાં હિમતનગર થી 30 કિલોમીટર દૂર ખેડતસિયા રોડ પર અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘાટ જંગલમાંથી પસાર થતા ડુંગરાઓના ઉતરાવ ચઢાવ વચ્ચે ઇડરના બોલુન્દ્રા ગામના પાદરે શ્રી કાલભૈરવનું એતિહાસીક મંદિર આવેલું છે. હિન્દુ, જૈન અને તમામ સંપ્રદાયોમાં જેમની આરાધ્ય દેવ તરીકે પૂજા થાય છે અને ભગવાન શિવના અંશ અવતાર તરીકે પૂજાતા તેવા કાલ ભૈરવનું ગુજરાતમાં આ પ્રથમ શિખરબંધી સિદ્ધમંદિર છે.

કાલભૈરવદાદા આશરે અઢીસો વર્ષથી પૂજાય છે

લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું દેવસ્થાન, ગામનું પ્રાકૃતિક વાતાવરણ, દાદાની કાષ્ઠની મૂર્તિ અને મંદિરના પૌરાણિક ઇતિહાસના ત્રિવેણી સંગમ પર ઉભેલા આ ઈષ્ટદેવની બાજુમાં બાવનવીર ચોસઠ જોગણી મહાકાળી માતાજીનું સ્થાપન છે. કાલભૈરવદાદા આશરે અઢીસો વર્ષથી પૂજાય છે. પથ્થરમાંથી બનેલા દાદાના મંદિર પર સુંદર શિલ્પ, સ્થાપત્ય અને મંદિરનુ વિશાળ પ્રાંગણ ભાવિકોને આકર્ષે છે. મંદિરની બાજુમાં આવેલી ઐતિહાસિક વાવમાં ઈડરના મહારાજા સાહેબનો શિલાલેખ મંદિરના વૈભવની સાક્ષી પૂરે છે. દેશ વિદેશના અનેક ભક્તોની માનતાઓ પૂરી કરતા ભૈરવદાદા અહીં " સિધ્ધદેવ તરીકે સાક્ષાાત બિરાજમાન છે.

ઘી અને શ્રીફળની માનતા

કાલભૈરવ મંદિર ખાતે વિવિધ દિવસોનું વિશેષ મહત્વ છે. ભૈરવજયંતી,કાળી ચૌદશ અને નવરાત્રિની નોમના દિવસનું અનેરૂ મહત્વ છે. નવરાત્રીની નોમ, રવિવાર, પૂનમ અને કાળીચૌદસના દિવસે સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો મંદિરે ઉજવાતા ઉત્સવમાં જોડાય છે. રાજસ્થાનના ઉદયપુરથી લઇ મહારાષ્ટ્રના મુંબઈ તેમજ અમદાવાદથી લઈ કચ્છ સુધીના હજારો ભાવિકો પોતાની માનતા પૂરી કરવા માટે દાદાના ચરણે હાજર થાય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર યોજાતા યજ્ઞમાં લોકો વિશેષ હાજરી આપી પોતાની માનતા અનુસાર ઘી અને શ્રીફળ જમા કરાવે છે.

રવિવાર અને મંગળવારનુ પણ વિશેષ મહત્વ

કાલભૈરવ દાદાના મંદિરમાં નવરાત્રીની નોમના હવનનુ વિશેષ મહત્વ છે અને કાળીચૌદશના દિવસે ભૈરવદાદાના દર્શન કરવાથી ઘરના કલેશ દૂર થઈ જીવન શાંતિમય બને છે. બોલુન્દ્રામાં હાજરા હજૂર દાદાના દર્શનાર્થી હજારોની સંખ્યામાં કાળી ચૌદસે અગરબત્તી, નારિયેળ, સુખડી, વડા ચડાવી કૃતાર્થ થાય છે. મંદિરે કાલભૈરવ જ્યંતી પણ ધામધૂમથી ઉજવાય છે. રવિવાર અને મંગળવારનુ પણ વિશેષ મહત્વ છે.

દાદાની સિદ્ધ મૂર્તિના દર્શન કરી મનોકામનાઓ પૂર્ણ થાય છે

સિધ્ધસંતો રતપરી બાવજી અને મોતીવનજી મહારાજ, જેમણે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ફરી સિધ્ધ કરી હતી. તેમને જીવંત સમાધિ લીધી હતી તેમનુ સમાધિ સ્થળ મંદિર પરિસરમાં આવેલુ છે. મંદિર નજીક આવેલી વર્ષો જૂની વાવનું મહાત્મ્ય ખૂબ મહત્વ છે. કાલભૈરવ મંદિરે નિયમિત ભેરવ ચાલીસા કરતા ભક્તોનો કલહ, કંકાસ, પીડા હરિ લેતા દાદાના મંદીરનો ઉજવવળ ઇતિહાસ અને પ્રભાવથી પ્રેરાઈ ઉદેપુરના મહારાણા તરફથી મંદિરનું વરખાસન આવતું હતું. સિદ્ધ સંતોની સમાધિઓ અને દાદાના પરિસરમાં દેવતાઓના પૂજનીય મંદીરો આવેલા છે અને ઉદેપુરના મહારાણા સ્વયંમ દાદામાં શ્રદ્ધા ધરાવતા હતા ત્યારે મંદીરના ઐતિહાસિક મહત્વનો ખ્યાલ આવે છે. દાદાની સિદ્ધ મૂર્તિના દર્શન કરી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને એકવાર દર્શન દાદાના પ્રભાવનો અહેસાસ થાય છે.

માનતા પૂર્ણ થયાના અનેક અનુભવો

રવિવાર ભરતા ભક્તોની માનતા પૂર્ણ થયાના અનેક અનુભવો છે. દર રવિવારે માનસિક તાણ, અજાતિ, મંગળના દોષથી પિડાતા લોકો ભૈરવની પૂજાઅર્ચના કરી દર્શનનો લાભ લઈ પોતાની મનોકામના પૂર્ણ કરે છે. વર્ષો પહેલાં પ્રસાદી બનાવવા માટે ઘી લેવા ખેડ ગામે ગયેલા ભક્તજનો જલદી પાછા ના આવી શકતા પાણીની પ્રસાદી બનાવી હતી અને પ્રસાદી બની ગયા બાદ ઘી આવતા વાવમાં ખાલી કરાયું હતું જોકે બંને કામ પૂર્ણ થયા બાદ આજે પણ વાવ યથાવત સ્વરૂપે જોવા મળે છે તેમજ તેની મહત્તા પણ જળવાઈ રહી છે

વાંચવા જેવું: આર્થિક લાભ માટે કરો વાસ્તુશાસ્ત્રના આ ઉપાયો, રૂપિયાથી તમારા ઘર ભરાઈ જશે

સમગ્ર ગુજરાતમાં શિખરબંધી કાલભૈરવ મંદિર સૌ પ્રથમ સાબરકાંઠાના ઈડરના બોલુન્દ્રા ગામે બનાવવામાં આવ્યું છે, જેના પગલે ઈડર સહિત આસપાસના તાલુકાઓ તેમજ જિલ્લાઓ માટે મહત્વનું સ્થળ બની રહ્યું છે. સ્થાનિક લોકો પણ વિવિધ માનતા સહિત દર્શન માત્રથી કૃતાર્થ થતા હોવાના પગલે દિનપ્રતિદિન મંદિરની પ્રસિદ્ધિમાં વધારો થઈ રહ્યો છે, વિવિધ દિવસોનું વિશેષ મહત્વ હોવાના પગલે ભક્તજનો અવિરત મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. જોકે ભગવાન શિવના અંશ કહેવાતા કાલભૈરવ નું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે અહીં આવતા દરેક ભક્તજનના મોઢે એક જ વાત સંભળાય છે કે પ્રત્યક્ષ દેવ તો માત્ર કાલ ભૈરવ કે જેમના દર્શન માત્રથી મનમાં રહેલા દોષો પણ દૂર થાય તેમજ કોઈપણ પ્રકારના કસ્ટ માંથી મુક્તિ મળે છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ