ભારત અને શ્રી લંકા વચ્ચે મેચની પ્રથમ ઇનિંગ પુરી થઇ ગઈ છે ત્યારે ભારતના ફાસ્ટ બોલર ચહલે શ્રીલંકાના ગુણાથિલકાની વિકેટ લીધી હતી. શ્રીલંકા 216માં ઓલ આઉટ, અક્ષરે ઝડપી 3 વિકેટ ઝડપતા ભારતના દર્શકોનો ઉત્સાહ વધ્યો હતો.
ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે પાંચ મેચની વન-ડે સીરિઝની પ્રથમ વન-ડે આજે દાંબુલામાં રમાવાની શરૂઆત થઇ ચુકી છે. આ મેચમા ભારતે ટોસ જીતી લીધા બાદ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આગળની સીરિઝમાં 3-0 વિજય મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા આજથી શરૂ થયેલ વન-ડે સીરિઝ પણ જીતવા સાથે મેદાનમાં ઉતરી છે. બંન્ને ટીમના પ્રદર્શનની વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયાનો હાથ ઉપર રહેશે તેવુ લોકમુખે ચર્ચાઇ રહ્યુ છે
આ વખતે ભારતની ટીમમા વિરાટ કોહલીના કેપ્ટન પદે, શિખર ધવન, રોહિત શર્મા, અને એમએસ ધોની જેવા બેટ્સમેનો છે સાથે- સાથે જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ચહલ જેવા સુપર ફાસ્ટ બોલર પણ છે. આજે રમાઇ રહેલ મેચમા ભારતનના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા પણ રમવાનો હોવાથી તે જોરદાર પરફોર્મ કરે તેવી દર્શકોને આશા છે.
ઉલ્લેખનીય છે કે આ મેચ દ્વારા શ્રીલંકા ટીમ પર 2019 વર્લ્ડકપમાં સીધી રીતે પ્રવેશ મેળવવા પર દબાણ રહેશે. એક માહીતી મુજબ શ્રીલંકન ટીમને જો 2019ના વર્લ્ડકપમાં પ્રવેશ મેળવવો હશે તો ભારત સામે મીનીમમ 2 મેચ તો જીતવી જ પડશે.
|