ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / This boy got upset over Pakistan's defeat, Pakistan lost on the last ball in an exciting match

VIDEO / પાકિસ્તાનની હાર પર હિબકે ચડ્યો આ છોકરો, રોમાંચક મેચમાં છેલ્લા બોલ પર હાર્યું પાકિસ્તાન

Published By: Dinesh Chaudhary

Last Updated: 10:58 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: પાકિસ્તાન vs ન્યૂઝીલેન્ડની સીરીઝની ચોથી મેચ છેક છેલ્લા બોલ સુધી રસપ્રદ રહી હતી. લાસ્ટ બોલમાં પાકિસ્તાનનો બેટ્સમેન સિક્સ ન મારી શકતા દર્શકોમાં બેસેલો એક કિશોર ધ્રુસકે ધ્રુસકે રડ્યો હતો.

ADVERTISEMENT

પાકિસ્તાન vs ન્યૂઝીલેન્ડની T20 સીરીઝમાં ન્યૂઝીલેન્ડ 2-1થી આગળ થઈ ગયુ છે. ન્યૂઝીલેન્ડવાળા પાકિસ્તાનમાં રમવા ગયા છે. જ્યાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં લાસ્ટ ઓવરમાં પાકિસ્તાનને 18 રન કરવાના આવ્યા હતા. જેમાં લાસ્ટ બોલમાં 6 રનની જરુર હતી. ત્યારે માત્ર એક જ રન આવતા પાકિસ્તાન મેચ હારી ગયુ હતુ. જેથી દર્શકોમાં બેસેલો એક કિશોર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ભારતમાં IPL મેચ રમાઈ રહી છે જેથી ન્યૂઝીલેન્ડના સ્ટાર પ્લેયરો ભારતમાં છે. વિલિયમસન, ટ્રેન્ટ બોલ્ટ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, રચિન રવિન્દ્ર સહિતના પ્લેયરો IPL રમતા હોવાથી પાકિસ્તાનમાં સેકન્ડ લેવલની ટીમ રમવા ગઈ છે. પરંતુ આ ટીમ પણ પાકિસ્તાનને હંફાવી રહી છે.   આ સીરીઝની પહેલી મેચ ધોવાઈ ગઈ હતી. બીજી મેચ પાકિસ્તાન જીત્યુ હતુ. પરંતુ પછી ન્યૂઝીલેન્ડે બે મેચો જીતીને સીરીઝમાં સરસાઈ મેળવી છે. 

આ સીરીઝની ચોથી મેચ 25 એપ્રિલના રોજ રમાઈ હતી. જ્યાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગમાં 178/7 રન કર્યા હતા. રન ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે પહેલા સારી શરુઆત કરી, બાદમાં તેમની વિકેટો પડતા મેચ ઈન્ટરેસ્ટિંગ બની ગઈ હતી. છેલ્લા બોલમાં ઈમાદ વસીમ 6 રન ન કરી શકતા પાકિસ્તાન હારી ગયુ હતુ. જેથી દર્શકો બેસેલો એક પાકિસ્તાનની ટીમનો સમર્થક કિશોર પોતાની ઈમોશનને કન્ટ્રોલ નહતો કરી શક્યો અને ત્યાં જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. જેથી તેની આસપાસના લોકોએ તેને સાંત્વના આપી શાંત રાખવા પ્રયાસ કર્યો હતો. આ વીડિયો કેમેરામાં કેદ થઈ જતા વાયરલ થયો છે.

વાંચવા જેવું:  CSKના કેપ્ટનની પત્ની પણ ક્રિકેટર, બન્નેની લવ સ્ટોરી છે એકદમ ઈન્ટરેસ્ટિંગ

ઉલ્લેખનીય છે કે, બાબર આઝમને ફરી પાછો પાકિસ્તાનની ટીમનો કેપ્ટન બનાવાયો છે. 2023ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સેમિફાયનલ સુધી ન પહોંચતા તેની પાસેથી કેપ્ટનશિપ લઈ લેવાઈ હતી. પરંતુ હવે ફરીથી બાબર આઝમને પાકિસ્તાનની ટીમનો કેપ્ટન બનાવાયો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News Pakistan vs New Zealand T20 T20 Match exciting match પાકિસ્તાન vs ન્યૂઝીલેન્ડ cricket news

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ