બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / BJP responded to Nilesh Kumbhani's allegations, saying that there is no truth in all the allegations
Last Updated: 07:52 PM, 26 April 2024
નિલેશ કુંભાણીએ ભાજપ પર કરેલા આક્ષેપોને ભાજપે ફગાવ્યા છે…કુંભાણીએ 2017 અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેમને ભાજપમાં જોડાવાની અને પ્રચાર પ્રસાર નહીં કરવાની ઓફર આપી હોવાનો આક્ષેપ કર્યો છે…ત્યારે ભાજપના સહ પ્રવક્તા ઘનશ્યામ ગઢવીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના આક્ષેપ પાયાવિહોણા છે…કોંગ્રેસના નેતાઓએ ઉમેદવારને સાથ સહકાર નથી આપ્યો એટલે સુરતમાં ભાજપની બિનહરીફ જીત થઈ છે..2017 અને 2022ની ચૂંટણીમાં ભાજપની ઑફર અને ઓછો પ્રચાર પ્રસાર કરવાનું કહ્યું હોવાના આરોપોમાં કોઈ તથ્ય ન હોવાનું તેમણે જણાવ્યું.
ADVERTISEMENT
લોકસભા ચૂંટણીને લઈ અતિ ચર્ચામાં રહેલા નિલેશ કુંભાણીએ એક વીડિયો જાહેર કરીને તેમનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે પ્રતાપ દૂધાતને લઈ કહ્યું કે, 'મે પ્રતાપભાઇ દૂધાતને અનેક વાર કીધેલું કે તમે સભાઓમાં મારી સાથે આવો, તો એમને કીધું કે હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવીશ. તું અમરેલીની તારીખ પછીની તારીખ લેજે. ત્યાર બાદ પ્રતાપભાઇ દૂધાતને પૂછીને મે પછીની તારીખ લીધી, ત્યારે મારો ફોન નહોતો ઉઠાવતા.
'એ હાજર હોત તો આ પરસ્થિતિનું નિર્માણ ના થયું હોત'
વધુમાં નિલેશ કુંભાણીએ કહ્યું કે, 'મેં મોવડી મંડળને જાણ કરી કે પ્રતાપ ભાઇ દૂધાતને કહો કે હું ફોર્મ ભરવા જઉં એમાં હાજરી પૂરાવે ત્યારે પ્રતાપભાઇ દૂધાત ન હોતા આવ્યા. અને જે મારી નાખવાની ધમકી અત્યારે અપાય છે, એ જો એ હાજર હોત તો આ પરસ્થિતિનું નિર્માણ ના થયું હોત. હું ચૂંટણી જીત્યો કે હાર્યો, હું એક પણ નિવેદન એવું નહીં આપું કે જેથી મારી કોંગ્રેસ પાર્ટીને કોઇ નુકસાન થાય. હું કોંગ્રેસનો સૈનિક છું અને સૈનિક રહેવાનો છું. મને મોવડી મંડળ પર વિશ્વાસ છે.'
ADVERTISEMENT
આ તરફ નિલેશ કુંભાણીનો વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા ધીરેન બેન્કરે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પક્ષે સસ્પેન્ડ કર્યા બાદ હવે તેમનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોથી નિલેશ કુંભાણીની ભાજપ સાથેની સાંઠગાંઠ અને મેળાપીપણું ખુલ્લુ પડી ગયુ છે. આંતરીક લોકશાહી માટે નિલેશ કુંભાણીને પત્ર લખી તેમનો પક્ષ જાણવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનો કોઇ સંપર્ક થઇ શક્યો ન હતો... કોંગ્રેસે અચાનક કડક પગલાં લઈ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા ત્યારે વીડિયો સામે આવ્યો છે. અને હજુ પણ તેઓ તેમના ટેકેદારો ક્યાં છે તેને લઇને કોઇ જ ફોડ નથી પાડી રહ્યા.. તેમણે કહ્યું કે સુરતના મતદારોનો મતાધિકાર તેમણે છીનવી લીધો છે.. ભાજપની લખેલી સ્ક્રીપ્ટ પ્રમાણે નિલેશ કુંભાણી બોલી રહ્યા છે. નિલેશ કુંભાણીની ભાજપ સાથેની ગોઠવણ ખુલ્લી પડી ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.