બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / After Nilesh Kumbhani's video surfaced, Congress spokesperson Dhiren Banker reacted, Q Kumbhani's collusion with BJP has been exposed.
Last Updated: 07:16 PM, 26 April 2024
સુરત લોકસભા બેઠક પર ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયા હતા. કોંગ્રેસે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કુંભાણીએ કોંગ્રેસના નેતાઓ સામે આક્ષેપ કર્યા છે. નિલેશ કુંભાણીનો વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા ધીરેન બેન્કરે પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
'સસ્પેન્ડ કર્યા બાદ હવે તેમનો વીડિયો સામે આવ્યો છે'
તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પક્ષે સસ્પેન્ડ કર્યા બાદ હવે તેમનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોથી નિલેશ કુંભાણીની ભાજપ સાથેની સાંઠગાંઠ અને મેળાપીપણું ખુલ્લુ પડી ગયુ છે. આંતરીક લોકશાહી માટે નિલેશ કુંભાણીને પત્ર લખી તેમનો પક્ષ જાણવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનો કોઇ સંપર્ક થઇ શક્યો ન હતો...
ADVERTISEMENT
ટેકેદારો ક્યાં છે તેને લઇને કોઇ જ ફોડ નથી પાડી રહ્યાઃ ધીરેન બેન્કર
કોંગ્રેસે અચાનક કડક પગલાં લઈ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા ત્યારે વીડિયો સામે આવ્યો છે. અને હજુ પણ તેઓ તેમના ટેકેદારો ક્યાં છે તેને લઇને કોઇ જ ફોડ નથી પાડી રહ્યા..
ADVERTISEMENT
ADVERTISEMENT
ભાજપની લખેલી સ્ક્રીપ્ટ પ્રમાણે નિલેશ કુંભાણી બોલી રહ્યા છેઃ ધીરેન બેન્કર
ADVERTISEMENT
તેમણે કહ્યું કે સુરતના મતદારોનો મતાધિકાર તેમણે છીનવી લીધો છે.. ભાજપની લખેલી સ્ક્રીપ્ટ પ્રમાણે નિલેશ કુંભાણી બોલી રહ્યા છે. નિલેશ કુંભાણીની ભાજપ સાથેની ગોઠવણ ખુલ્લી પડી ગઈ છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.