બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / 'It is not right that the Kshatriya community should rise against Modi Saheb' Parshottam Rupala apologized and requested
Last Updated: 10:37 PM, 26 April 2024
ક્ષત્રિય સમાજ સામે વિવાદીત નિવેદનને લઇને રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ફરીએકવાર સ્વીકાર્યુ કે તેમનાથી ભૂલ થઇ ગઇ હતી... જસદણમાં સભા સંબોધતા તેમણે કહ્યું કે ભૂલ મારી હતી, મારા લીધે મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજ ઉભો થઇ જાય તે યોગ્ય નથી. મેં માફી માંગી છે. આ ચૂંટણીમાં હાર કે જીતનો મુદ્દો નથી પરંતુ સમાજ જીવનના તાણાવાણાને સ્પર્શતો મુદ્દો છે. સમજણનો નવો સેતુબંધ બાંધવાનો પ્રયાસ છે. મારી વિનંતી છે કે ક્ષત્રિયો આ વિષયને રાજકારણથી દુર રાખે..
ADVERTISEMENT
ADVERTISEMENT
રાષ્ટ્રના ઘડતર અને પાર્ટીના વિકાસની અંદર ક્ષત્રિયોનું મોટુ યોગદાનઃ રૂપાલા
તેમણે કહ્યું કે મારે ક્ષત્રિય સમાજને કહેવું છે કે તમારા યોગદાનને યાદ કરો, આ રાષ્ટ્રના ઘડતર અને પાર્ટીના વિકાસની અંદર કેવડુ મોટુ યોગદાન. મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી જ્યારે 18-18 કલાક દેશ હિત માટે કામ કરતા હોય ત્યારે તેમની વિકાસયાત્રામાં સાથી તરીકે હું કેટલા ક્ષત્રિયોના નામ લઇ શકું. .એ ક્ષત્રિય સમાજ આજે મારા કારણે મોદી સાહેબની સામે ઉભો થઇ ગયો છે.. મારી વિનંતી છે કે આપણે સમજણનો નવો સેતુબંધ બાંધવાનો પ્રયાસ કરીએ.
ADVERTISEMENT
મહત્વપૂર્ણ છે કે પરષોત્તમ રુપાલા દ્વારા કરવામાં આવેલા એક નિવેદનને લઇને ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો..આ મામલે રૂપાલા અગાઉ પણ બે વાર પોતાના નિવેદન પર માફી માંગી ચૂક્યા છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.