|
સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાત બાદ વરસાદે દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ડાંગ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ થતાં જિલ્લાની તમામ નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. તો આ તરફ આહવા અને સાપુતારામાં મેઘરાજાએ એન્ટ્રી કરતાં ઝરણાંઓ ફરીથી સજીવન થયા છે. તો બીજી બાજુ નવસારી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં નદીઓના પાણી ફરી વળતાં વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. નવસારી વહીવટી તંત્ર દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત એક વાન અલગ અલગ વિસ્તારોમાં જઈને લોકોને એલર્ટ કરી રહી છે. અંબિકા નદીએ પણ ભયજનક સપાટી વટાવતા 4 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. તેમજ બિલીમોરા શહેરના શીપયાર્ડ વિસ્તારમાંથી 20 જેટલા પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે 90 જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
ડાંગ અને નવસારી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
નવસારી જિલ્લાની નદીઓ ભયનજક સપાટીએ
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા નદીના પાણી
નીચાણવાળા વિસ્તારોના લોકોને કરવામાં આવ્યા એલર્ટ
અંબિકા નદીએ પણ ભયનજક સપાટી વટાવી
નદીમાં પૂર આવતાં 4 ગામ સંપર્ક વિહોણા, 20 પરિવારનું સ્થળાંતર
પૂર્ણા અને અંબિકાનદીની જળ સપાટી ભયજનક થતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. ઘરવખરીનો સામાન સાથે પરિવારો સ્થળાંતર કરી રહ્યા છે. કાશીવાડી, ભેસતખાડાનું માછીવાડ, દસેરા ટેકરી, સી.આર પાટીલ સંકુલ સાથે બંદરરોડ વિસ્તારમાં પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં રેહતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. સ્થળાંતરમાં મદદ માટે પાલિકા કે તંત્ર પણ પહોચી શકયું ન હતું. ઘરોમાં ઘુટણ સુધીના પાણી ઘુસી જતા પાણીમાં ફસાયેલા લોકો કીમતી માલસામાનને પણ નુકસાન થયું છે.
પૂર્ણા અને અંબિકા નદીની જળ સપાટીમાં વધારો
જળ સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
ઘરોમાં પાણી ઘુસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા
|