VIDEO: ઇચ્છો ત્યારે ઉકેલ નહીં આવે, બેસીને વાત કરીએઃ શિક્ષણ મંત્રી

By : kavan 11:09 AM, 22 February 2019 | Updated : 01:10 PM, 22 February 2019
ગાંધીનગર: રાજ્યભરના શિક્ષકો હડતાળ પર ઉતર્યા છે. આજે શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરવાના છે ત્યારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યુ છે કે, કોઈ પણ સમસ્યાનો ઉકેલ વિવાદથી આવતો નથી.

છેલ્લા 3 દિવસમાં સીએમ રૂપાણી, નાણા વિભાગના અધિકારીઓ સાથે વાત થઈ છે. શિક્ષકોએ ધીરજ રાખવાની જરૂર છે. સરકાર આ મામલે પોઝીટીવ છે. હાલમાં શિક્ષકો તાત્કાલિક ઉકેલ લાવવાની વાત કરે છે. જોકે તાત્કાલિક આ વાતોનો ઉકેલ આવતો નથી. શિક્ષકો સાથે સરકાર બેસીને વાત કરશે.

 ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 1997થી ભરતી થયેલ શિક્ષકોની સિનિયોરિટી સળંગ ગણવા માગણી કરવામાં આવી છે. તેમજ 7માં પગાર પંચ મુજબ ભથ્થુ આપવાની માગણી કરાઈ છે. આ સાથે સાથે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકને 4200ના ગ્રેડમાં સમાવવા અને બિન શૈક્ષણિક કામગીરી બંધ કરવાની પણ માગણી કરવામાં આવી છે.
  તેમજ નવી પેંશન યોજના બંધ કરી જૂની ચાલુ કરવાની માગ કરાઈ છે. મળતી માહિતી મુજબ આ પહેલા પણ સરકારે શિક્ષકોની નોકરી સળંગ ગણવા કહ્યું હતું પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેના પગલે માસ સીએલનો નિર્ણય કરવામા આવ્યો છે.

આપને જણાવી દઇએ કે, શિક્ષકો પોતાની માગને લઇને આજે ગાંધીનગર ખાતે આવેલ વિધાનસભા પહોંચવાના છે અને ત્યાં ઘેરાવો કરવાના છે, શિક્ષકોની આ ચીમકીથી સતર્ક થઇને રાજ્ય સરકારે ગુજરાત પોલીસને કામે લગાડી છે અને રાજ્યભરમાંથી આવતા શિક્ષકોને અટકાવવા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. Recent Story

Popular Story