બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / DGCA New rule to impact flight ticket prices, air ticket price to get cheaper

સર્ક્યુલર / વિમાનની સફર હવે થશે સસ્તી: DGCA જાહેર કર્યો ફ્લાઈટ ટિકિટ અંગે નવો નિયમ

Vidhata

Last Updated: 12:55 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા એક સૂચના જારી કરવામાં આવી છે, જેમાં મુસાફરો માટે ફ્લાઇટના મૂળ ભાડાને વધુ સસ્તું બનાવવાની યોજનાઓ ચાલી રહી છે.

જો તમે પણ ફ્લાઇટના જંગી ભાડાથી પરેશાન છો, તો હવે જલ્દી જ મોંઘી ફ્લાઇટ ટિકિટમાંથી રાહત મળી શકે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા એક સૂચના જારી કરવામાં આવી છે, જેમાં મુસાફરો માટે ફ્લાઇટના મૂળ ભાડાને વધુ સસ્તું બનાવવાની યોજનાઓ ચાલી રહી છે. DGCA નું કહેવું છે કે એરલાઈન્સ દ્વારા જારી કરાયેલા નિયત ભાડામાં તેમના દ્વારા આપવામાં આવતી કેટલીક સેવાઓ પર વસૂલવામાં આવતી ફીનો પણ સમાવેશ થાય છે. અલગ-અલગ જગ્યાએથી મળેલા ફીડબેકના આધારે એવું જોવામાં આવ્યું છે કે ઘણી વખત મુસાફરોને મુસાફરી દરમિયાન એરલાઈન્સ દ્વારા આપવામાં આવતી આ સેવાઓની જરૂર હોતી નથી.

Topic | VTV Gujarati

બહાર પાડવામાં આવ્યું સર્ક્યુલર

DGCA એ સર્ક્યુલરમાં કહ્યું છે કે સર્વિસીસ અને તેમના ચાર્જને અલગ કરીને મૂળભૂત ભાડું વધુ સસ્તું થઈ શકે છે. આ સાથે, ગ્રાહકોને તેઓ જે સેવાઓ મેળવવા માગે છે તેના માટે જ ચૂકવણી કરવાનો વિકલ્પ મળે છે. વિભિન્ન સર્વિસીસ 'ઓપ્ટ-ઇન' ધોરણે પ્રદાન કરવી જોઈએ અને 'ઓપ્ટ-આઉટ' આધારે નહીં.

ફ્લાઇટ કેન્સલ થઇ ગઇ? તો ગભરાશો નહીં, અપનાવો આ ટિપ્સ, રિફન્ડ તમારા હાથમાં |  Flight canceled? So don't panic, follow these tips

DGCA એ 7 સર્વિસીસનું લિસ્ટ બહાર પાડ્યું છે, જેને ટિકિટના ખર્ચમાંથી બાકાત રાખવામાં આવે તો, બેઝ ભાડું ઘણું વધારે સસ્તું બની શકે છે.

  • પેસેન્જર માટે સીટ સિલેક્શન ચાર્જ
  • ભોજન/નાસ્તો/પીણાના શુલ્ક
  • એરલાઇન લાઉન્જનો ઉપયોગ કરવા માટેની ફી
  • ચેક-ઇન બેગેજ ચાર્જીસ 
  • રમતગમતના સાધનોના શુલ્ક
  • સંગીતના સાધનોના શુલ્ક
  • મૂલ્યવાન સામાન માટે સ્પેશિયલ ડિક્લેરેશન ફી

વધુ વાંચો: EVM પર સુપ્રીમકોર્ટને ભરોસો..VVPAT વેરિફિકેશનની તમામ અરજીઓ ફગાવી

અનુસૂચિત એરલાઇન્સને એરલાઇન બેગેજ પોલિસીના ભાગરૂપે ફ્રી બેગેજ એલાઉન્સ સાથે ‘ઝીરો બેગેજ/નો-ચેક-ઇન બેગેજ ભાડાં’ ઓફર કરવાની પરવાનગી આપવામાં આવશે. આ સાથે DGCA એ કહ્યું છે કે જો તમે એરલાઈન કાઉન્ટર પર ચેક-ઈન માટે સામાન લઈને આવો છો, તો તમને લાગુ પડતા શુલ્ક વિશે માહિતી આપવામાં આવશે. સાથે તેને ટિકિટ પર પ્રિન્ટ કરીને પણ આપવામાં આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ