બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Supreme Court rejects pleas for EVM-VVPAT verification and physical deposit of VVPAT slips

મહત્ત્વનો ચુકાદો / EVM પર સુપ્રીમકોર્ટને ભરોસો..VVPAT વેરિફિકેશનની તમામ અરજીઓ ફગાવી

Vidhata

Last Updated: 11:13 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EVMની સાથે VVPAT નો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂર્ણ ક્રોસ-વેરિફિકેશનની માંગ કરતી અરજીઓને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

EVMની સાથે VVPAT નો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂર્ણ ક્રોસ-વેરિફિકેશનની માંગ કરતી અરજીઓને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) સંગઠન અને કેટલાક અન્ય લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં EVM સાથે VVPAT સ્લિપનું 100 ટકા મેચિંગ કરવાની માંગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે VVPATને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આજે EVMની સાથે VVPAT નો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂર્ણ ક્રોસ-વેરિફિકેશનની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) સંગઠન અને અન્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં EVM સાથે VVPAT સ્લિપનું 100 ટકા મેચિંગ કરવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી અનેક પીઆઇએલ પર પોતાનો ચુકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે VVPAT સંબંધિત તમામ અરજીઓ ફગાવી દીધી છે, જેમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગણી કરતી અરજીઓ પણ સામેલ છે.  ચૂંટણી પંચે કોર્ટેને કહ્યું હતું કે EVM અને VVPATમાં કોઈ ચેડાં શક્ય નથી. કમિશને મશીનોની સુરક્ષા, તેમની સીલિંગ અને તેમના પ્રોગ્રામિંગ વિશે પણ સર્વોચ્ચ અદાલતને જાણ કરી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે આ કેસમાં બે ચુકાદા આપ્યા. સુપ્રીમ કોર્ટે બે નિર્દેશો આપ્યા છે - પહેલો એ છે કે સિમ્બોલ લોડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, સિમ્બોલ લોડિંગ યુનિટ્સ (SLUs) સીલ કરવામાં આવે અને તેને ઓછામાં ઓછા 45 દિવસ સુધી સંગ્રહિત કરવામાં આવે. આ ઉપરાંત, બીજી સૂચના એ છે કે ઉમેદવારો પાસે પરિણામ જાહેર થયા પછી એન્જિનિયરોની ટીમ દ્વારા ઇવીએમના માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામની ચકાસણી કરવાનો વિકલ્પ હશે. આ માટે ઉમેદવારે પરિણામ જાહેર થયાના સાત દિવસમાં અરજી કરવાની રહેશે. તેનો ખર્ચ ઉમેદવારે પોતે ઉઠાવવાનો રહેશે.

અગાઉ, બે દિવસની સતત સુનાવણી પછી, બેંચે 18 એપ્રિલે અરજીઓ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જોકે, બુધવારે સુપ્રીમ કોર્ટે આ મામલાને ફરીથી લિસ્ટ કર્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી કેટલીક બાબતો અંગે સ્પષ્ટતા માંગી હતી. જે બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ચુકાદો અનામત રાખતી વખતે, સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી હતી કે તે ચૂંટણીને નિયંત્રિત કરી શકતી નથી, ન તો બંધારણીય સંસ્થા માટે નિયંત્રણ સત્તા તરીકે કામ કરી શકે છે. ખોટું કરનારને પરિણામ ભોગવવા માટે કાયદા હેઠળ જોગવાઈઓ છે. અદાલત માત્ર શંકાના આધારે આદેશ આપી શકે નહીં.

કોર્ટે કહ્યું કે તે એવા લોકોની વિચાર પ્રક્રિયાને બદલી શકશે નહીં જેઓ વોટિંગ મશીનના ફાયદા પર શંકા કરે છે અને બેલેટ પેપર પર પાછા ફરવાની હિમાયત કરે છે. આ સિવાય બુધવારે નિર્ણય અનામત રાખતી વખતે બેંચે નાયબ ચૂંટણી કમિશનર નીતિશ વ્યાસને કોર્ટમાં બોલાવ્યા હતા અને પાંચ મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી હતી. કોર્ટે કહ્યું, અમે EVM વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) જોયા છે. અમે ત્રણ-ચાર બાબતો પર સ્પષ્ટતા ઈચ્છીએ છીએ. અમે હકીકતમાં ખોટા બનવા માંગતા નથી પરંતુ અમારા નિર્ણયની બમણી ખાતરી કરવા માંગીએ છીએ અને તેથી આ સ્પષ્ટતા માંગીએ છીએ. ખંડપીઠે જે પાંચ પ્રશ્નોના જવાબો માંગ્યા હતા તેમાં EVMમાં સ્થાપિત માઇક્રોકન્ટ્રોલર રિપ્રોગ્રામેબલ છે કે કેમ તે સામેલ છે.

વધુ વાંચો: સવારે 9 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન? બંગાળમાં 140 ફરિયાદો, નેતા, અભિનેતાએ કર્યા વોટ

આના પર વ્યાસે કોર્ટને કહ્યું હતું કે EVM, વોટિંગ, કંટ્રોલ અને VVPATના ત્રણેય યુનિટમાં માઇક્રોકન્ટ્રોલર લગાવવામાં આવ્યા છે. ફિઝીકલી એના સુધી પહોંચી શકાતું નથી. આ ફક્ત એક જ વાર પ્રોગ્રામ કરી શકાય છે. તેમણે કહ્યું કે, સામાન્ય રીતે EVM મશીનોને 45 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવે છે. ચૂંટણી અરજી દાખલ કરવાના કિસ્સામાં, સમયમર્યાદા લંબાવવામાં આવે છે. વ્યાસે અગાઉ પણ ઈવીએમની કામગીરી અંગે કોર્ટને માહિતી આપી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ